રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગને આરડીએક્સથી ઉડાવી દેવાનો આજે ઉઘડતી અદાલતે ઈમેલ મેસેજ મળતા દોડધામ મચી ગઈ હતી, રાજ્યના અમદાવાદ, વડોદરા, વલસાડ, ગાંધીનગરની અદાલતોને પણ બોમ્બ ધમકી મળી હોવાનું જાણવા મળે છે.
કશું વાંધાજનક નહીં મળતા તંત્રએ હાશકારો અનુભવાયો
જેમાં શહેરના જામનગર રોડ ઘંટેશ્વર નજીક નવા જિલ્લા ન્યાય કોર્ટના બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની આજે સવારે 10.30 કલાકે ઉઘડતી કોર્ટે ઇમેલ દ્વારા કોર્ટ બિલ્ડિંગમાં આરડીએક્સ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની અને કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા સ્ટાફ અફડાતફડી મચી જવા પામી હતી. તાત્કાલિક આ અંગે કોર્ટ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, પીઆઇ એસએમ જાડેજા સહિતની એસઓજી ટીમ, ક્વીક રિસ્પોન્સ ટીમ સહિતની પોલીસ ટુકડીઓ દોડી ગઈ હતી. તપાસના અંતે કશું વાંધાજનક નહીં મળતા તંત્રએ હાશકારો અનુભવાયો હતો.
રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન
રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેઈલ કરવામાં આવે છે. પછી કોર્ટને ઉડાવી દેવાના મેઈલ મળી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને વલસાડની કોર્ટને આજે ધમકીભર્યા મેઈલ મળ્યા હતા. રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેઈલ કરવામાં આવે છે અને પછી કોર્ટને ઉડાવી દેવાના મેઈલ મળી રહ્યા છે. તેમાં રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગને પણ ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ મળી હતી. આથી મોટે ભાગે દર માસે રાજકોટના કોર્ટ બિલ્ડિંગની બોમ્બ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા રેગ્યુલર તપાસ કરવામાં આવી રહી છે.
ઉઘડતી કોર્ટે બોમ્બની ધમકી
આજે સવારે 10:30 વાગે ઉઘડતી કોર્ટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિશિયલ ઇમેઇલ આઇડી ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં આરડીએક્સ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાની ધમકી મળતા જ પોલીસને જાણ કરતા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતનો પોલીસ કાફલો વગેરેની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પહોંચી ગયો હતો અને તપાસનો દોર હાથમાં લઈ લીધો હતો. મળતી માહિતી મુજબ કોર્ટને ઉડાવી દેવાની અગાઉ ઘણી વખત ધમકી મળી હોય કોર્ટની સલામતી વ્યવસ્થાની ચકાસણી માટે અવારનવાર મોકડ્રિલ પણ યોજવામાં આવતી હોય છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ, એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઈ વી વી ધ્રાંગુ, એમ વી જાડેજા સહીતની ટીમો કરવામાં આવી હતી. તેમાં બોમ્બ સ્કવોડ, સહિતની પોલીસ ટુકડીઓની કોર્ટના ખૂણે ખૂણાની તપાસ પૂરી થતાં સુધીમાં કશું પણ વાંધાજનક નહિ મળતા રાહતનો દમ લેવામાં આવ્યો હતો. બાદ કોર્ટ રાબેતા મુજબ શરૂ રહી હતી.