BREAKING NEWS

જામનગર : આરએસપીએલ ગ્રુપના સોડા એશ મેન્યુફેક્ચરિંગ યુનિટે તેની ઉત્પાદન ક્ષમતા ડબલ કરી, મેક ઇન ઇન્ડિયા

  • February 11, 2026 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 ભારતના અગ્રણી એફ.એમ.સી.જી. સમૂહ, આરએસપીએલ ગ્રુપે તેના ઔદ્યોગિક ઉત્પાદન અને કેમિકલ ઉત્પાદન યુનિટ, સોકા માં વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં સોડા એશના અગ્રણી ઉત્પાદકોમાં, સોકાએ તેના ગુજરાત દરિયાકાંઠાના પ્લાન્ટમાં તેની સોડા એશ ઉત્પાદન ક્ષમતાને ડબલ કરીને વાર્ષિક ૧ (એક) મિલિયન ટન કરવા માટે પર્યાવરણીય મંજૂરી મેળવી છે. આનાથી હાલની ઉત્પાદન ક્ષમતાને અસરકારક રીતે ૫,૦૦,૦૦૦ ટનથી વધારીને ૧૦,૦૦,૦૦૦ ટન, ડબલ કરવામાં આવશે, અને તે સાથે સોડિયમ બાયકાર્બોનેટ ઉત્પાદન કરવાની પણ યોજના છે.


સોકા આગામી બે (૨) વર્ષમાં તેની સોડા એશ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક ૭,૫૦,૦૦૦ ટન સુધી વધારવાની તાત્કાલિક યોજના અમલમાં મૂકી રહી છે, જેનાથી તેના અત્યાધુનિક ઇનઓરગેનીક કેમિકલ કોમ્પ્લેક્સમાં ૨,૫૦,૦૦૦ ટનનો ઉમેરો થશે. અંદાજ મુજબ, સોકાનજીકના ભવિષ્યમાં ૧ (એક) મિલિયન ટન ઉત્પાદન ક્ષમતાના તેના વિઝનને સંપૂર્ણ રીતે સાકાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.


આ વિસ્તરણથી ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં આશરે ૨૦૦૦ નવી નોકરીઓનું સર્જન કરવાનો અંદાજ છે, હાલના કર્મચારિઓમાં વધારો કરશે, જે ૨૦૨૩ માં સહી કરેલ એમઓયૂ મુજબ છે. આનાથી સોકા  દેશના મુખ્ય સોડા એશ ઉત્પાદકોમાંનું એક તરીકે સ્થાન મેળવશે. વધુમાં, સોકા સોલાર ગ્લાસ માટે સોડા એશના ઉત્પાદનમાં તેની હાજરીને નોંધપાત્ર રીતે મજબૂત બનાવવાની અપેક્ષા રાખે છે, જેનો ઉપયોગ સૌર પેનલમાં થાય છે.


 મુખ્ય ઉત્પાદનના ભાગ રૂપે, લાઇટ સોડા એશનો ઉપયોગ મોટા ભાગે ડિટર્જન્ટ ના ઉત્પાદનમાં થાય છે, તેમજ પાણીની સારવાર, કેમિકલના ઉત્પાદન, પલ્પ અને પેપરના ઉદ્યોગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજી બાજુ, સોડા એશ ડેન્સનો ઉપયોગ સામાન્ય રીતે ગ્લાસના ઉત્પાદન માટે થાય છે, જે ફ્લેટ, ફ્લોટ અને ક્ધટેનર ગ્લાસના ઉત્પાદન માટે જરૂરી છે. વધુમાં, તેનો ઉપયોગ કેમિકલ પ્રોસેસિંગ, ધાતુશાસ્ત્ર અને સિરામિક્સ, રંગો અને કાપડ જેવા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ થાય છે.

​​​​​​​


આ સફળતા વિશે બોલતા, સોકા ના સીઈઓ ટિંકુ છાબરા એ જણાવ્યું છે કે, અમારી સોડા એશ ઉત્પાદન ક્ષમતાને વધારો કરવા માટે પર્યાવરણીય મંજૂરી એ ’મેક ઇન ઇન્ડિયા’ વિઝનને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમારો પ્લાન્ટ ડિટર્જન્ટ, ગ્લાસ, સોલર ગ્લાસ,  ટેક્ષટાઇલ અને કેમિકલ જેવા મુખ્ય ક્ષેત્રોને આવશ્યક કાચા માલ ને પૂરા પાડીને સ્થાનિક ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ જેમ આપણે સ્કેલ વધારીએ છીએ, તેમ તેમ અમે આધુનિક ટેક્નોલોજી અપનાવવા અને કામગીરીમાં ટકાઉ પ્રક્રિયા રજુ કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. 


સોકા ખાતે, અમારું ધ્યાન ઉત્પાદનથી આગળ વધીને સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવા, રોજગારી અને લાંબા ગાળાની આજીવિકાનું સર્જન કરવા અને મજબૂત સીએસઆર પહેલ દ્વારા જવાબદાર વૃદ્ધિને આગળ વધારવા સુધી વિસ્તરે છે  જે સ્વ-નિર્ભરતા અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ તરફ ભારતની સફર પ્રત્યે આરએસપીએલ ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.


સોકા એ ૨૦૧૯ માં ગુજરાતના દ્વારકા જિલ્લામાં તેની સોડા એશ ઉત્પાદન સુવિધા શરૂ કરી હતી અને આજે મધ્ય અમેરિકા, આફ્રિકા અને એશિયા-પેસિફિક પ્રદેશોને મળીને લગભગ ૫૦ જેવા દેશોમાં વૈશ્વિક સ્તરે નિકાસ કરે છે. ગઈંઘઈઇંઈંખ ની ટેકનોલોજી દ્વારા સંચાલિત અને ઉંફભજ્ઞબત ઊક્ષલશક્ષયયશિક્ષલ  દ્વારા એન્જિનિયર્ડ, ૫,૦૦,૦૦૦ મેટ્રિક ટન પ્રતિ વર્ષ ગ્રીનફિલ્ડ પ્લાન્ટ, કેપ્ટિવ કો-જનરેશન પાવર સુવિધા દ્વારા સમર્થિત છે. 


સોડા એશનો વિશ્વસનીય સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરીને, સોકા ભારતના સોલર ગ્લાસ અને રિન્યુવેબલ એનરજી ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે અને દેશની ક્લીન એનરજી મહત્વાકાંક્ષાઓને ટેકો આપે છે, તેમજ ગુજરાતમાં રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેંટ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરીને સંપર્ક કરો: માલ્લિગા રાની  ૯૯૧૬૭૯૮૨૬૯ 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application