રેસકોર્સ આર્ટ ગેલેરી વર્ષો બાદ હાઉસ ફુલ જોવા મળી રહી છે, આર્ટ ગેલેરીમાં આયોજિત રાઇઝિંગ રાજકોટ કે જેમાં આઝાદી પૂર્વેના રાજકોટ થી લઈને હાલના સ્માર્ટ સિટી રાજકોટ સુધીના સમયગાળાની અદભૂત તસવીરોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જે નિહાળવા લોકો ઉમટી રહ્યા છે. હાલ સુધીમાં ૧૫૦૦૦ શહેરીજનો આ પ્રદર્શન નિહાળી ચૂક્યા છે આમ છતાં હજુ સુધી જે નાગરિકોએ આ પ્રદર્શન નિહાળ્યું ન હોય તેમને અચૂક પ્રદર્શન નિહાળવા પધારવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ભાવભર્યું જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
રાજકોટ મહાપાલિકા દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ તા.૨૨ નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો, ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શનનું તા.૨૨-૧૧-૨૦૨૫ થી તા.૨૧-૧૨-૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૦ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીનો રહેશે. ખુલ્લું મુક્યાથી અત્યાર સુધીમાં ૧૫૦૦૦થી વધુ શહેરીજનોએ પ્રદર્શનની મુલાકાત લીધી અને નાગરિકો તરફથી પ્રદર્શન અંગે ઉત્સાહ, પ્રશંસા અને ગૌરવભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાજકોટની શહેરી વિકાસ યાત્રા – ૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શન શરૂઆતથી જ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના ભૂતકાળથી લઈ વર્તમાન અને ભવિષ્યના વિકાસ સુધીની સફર રજૂ કરતું આ પ્રદર્શન રાજકોટની સતત પ્રગતિ, આયોજનબદ્ધ વૃદ્ધિ અને શહેરી સુધારાના પ્રયાસોની જીવંત સાક્ષી બની રહ્યું છે.
પ્રદર્શનના પ્રથમ જ દિવસથી નાગરિકોની વધતી ભીડ, સોશિયલ મીડિયામાં વધતી ચર્ચા અને મુલાકાતીઓના ઉત્સાહભર્યા પ્રતિસાદે આ પ્રદર્શનને ખરેખર રાઇઝિંગ રાજકોટનું પ્રતિનિધિત્વ આપ્યું છે.
પ્રદર્શનની વિશેષતાઓ જે સૌને મંત્રમુગ્ધ કરે છે તેમાં ઈતિહાસિક રાજકોટની વારસાગાથા જૂના નકશા, હેરિટેજ સ્થાનક, અછોડાઈ ગયેલી દુર્લભ તસવીરો અને રાજકીય-સાંસ્કૃતિક પરંપરાઓની યાદગાર રજૂઆત કરાઇ છે.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સફર જેમાં નવા બ્રિજ, મોબિલિટી સિસ્ટમ, ગ્રીન પાર્ક, સ્વચ્છતા સિસ્ટમ, મહાપાલિકાની ટેક્નોલોજી આધારિત કામગીરી વગેરેનું ડિજિટલ પ્રેઝન્ટેશન.સ્વચ્છતા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ છેલ્લા ૨૦ વર્ષમાં થતા પરિવર્તનોનું ઇન્ફોગ્રાફિક ડેટા, સ્માર્ટ મિશન મોડ્યુલો, સીસી ટીવી નેટવર્ક, ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના આધુનિક માળખાં.
ભવિષ્યની ઝલક સ્વરૂપે આવનારા વર્ષના સ્માર્ટ મોડિલિટી, નવો ગ્રીન ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ અને સસ્ટેઈનેબલ શહેરનું વિઝન વિગેરે બાબતો સમાવિષ્ટ છે, તદ ઉપરાંત પાંચથી વધુ થીમેટિક ગેલેરીઓ, દરેક ગેલેરીમાં અલગ-અલગ વિષય આધારિત સ્ટોરી ટેલિંગ.વિદ્યાર્થીઓ માટે વિશેષ ઈન્ટરએક્ટિવ ઝોન એઆર/વીઆર માધ્યમથી વિકાસની યાત્રાનો અનુભવ.એઆઇની મદદથી અલગ અલગ લોકેશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સેલ્ફીનો અનુભવ વિગેરે બાબતોને પણ લોકો માણી રહ્યા છે.