BREAKING NEWS

'મૈં વાપસ આઉંગા'ને 'રાષ્ટ્ર્રવિરોધી' કહેનારા ટ્રોલર્સને રહેમાને આપ્યો જડબાતોડ જવાબ

  • June 18, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિન્દી સિનેમાને ઘણી પ્રેમકથાઓ આપનાર ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. લોકો તેની ભાવનાત્મક વાર્તા અને એઆર રહેમાનના શાનદાર સંગીતની પ્રશંસા કરી રહ્યા છે. જોકે, ફિલ્મનું બોકસ ઓફિસ કલેકશન અપેક્ષા મુજબ રહ્યું નથી. દરમિયાન, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મની આસપાસ બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફિલ્મને લગતા વિવાદ વચ્ચે, ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને સોશિયલ મીડિયા પર તેને ''રાષ્ટ્ર્ર વિરોધી'' કહેવાનારાઓને જવાબ આપ્યો છે. રહેમાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રમૂજી અને કટાક્ષભરી પોસ્ટ શેર કરી, જેમાં તે લોકો પર કટાક્ષ કરવામાં આવ્યો જેઓ આ ફિલ્મમાં આતંકવાદીઓ કે ગુચર એજન્ટો વિના પાકિસ્તાનનું ચિત્રણ કેવી રીતે કરી શકે છે. રહેમાને પોતે કઈં લખવાને બદલે ફકત હસતા ઇમોજી શેર કરીને બધાને ચૂપ કરાવી દીધા.
યારે ''મૈં વાપસ આઉંગા'' ને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે, ત્યારે ફિલ્મના ગીતોએ બધાના દિલ જીતી લીધા છે. ''રોકસ્ટાર,'' ''હાઇવે,'' ''તમાશા,'' અને ''અમર સિંહ ચમકીલા'' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પછી, એઆર રહેમાન અને ઇમ્તિયાઝ અલી વચ્ચે આ પાંચમો સહયોગ છે. તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ તેમની સુપરહિટ ફિલ્મ ''રોકસ્ટાર'' ના પ્રખયાત સૂફી ગીત ''કુન ફયા કુન'' ના નિર્માણ વિશે ચાહકો સાથે એક ખૂબ જ રમુજી અને રસપ્રદ કિસ્સો શેર કર્યેા. રહેમાન  આ ગીત પ્રતયે ખૂબ જ ગંભીર હતા અને તેમની સંપૂર્ણ જવાબદારી સમજતા હતા. તેઓ માનતા હતા કે ગીતના શબ્દો શકિતશાળી છે, તેથી તેમણે તેને કંપોઝ કરતા પહેલા ઘણા નિષ્ણાતોની સલાહ લીધી. તેઓ ઇચ્છતા ન હતા કે આવા પવિત્ર વિચારો ખોટી રીતે રજૂ થાય. આ જ કારણ છે કે આખી ટીમે ગીતની પવિત્રતા અને ગૌરવ જાળવવા માટે ખાસ કાળજી લીધી. તેઓએ ગીતને ખૂબ જ આદર સાથે રેકોર્ડ કયુ, ખાતરી કરી કે તેની સાચી લાગણી શ્રોતાઓ સુધી પહોંચે, અને તે ઉત્તમ બન્યું.
જૂની યાદોને યાદ કરતાં ઇમ્તિયાઝે કહ્યું, ''યારે અમે આ ગીત રેકોર્ડ કરવા માટે સ્ટુડિયો પહોંચ્યા, ત્યારે બધાએ પોતાના હાથ, પગ અને ચહેરા ધોયા અને ખુલ્લા પગે પ્રવેશ કર્યેા. આનું કારણ એ હતું કે અમે જાણતા હતા કે અમે કંઈક ખૂબ જ કિંમતી અને પવિત્ર પર કામ કરી રહ્યા છીએ, અને અમારા બધાની તેના માટે જવાબદારી છે જણાવી દઈએ કે, લગભગ ૭૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી અને ૧૨ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, નસીદ્દીન શાહ, વેદાંગ રૈના, શર્વરી વાઘ અને બનિતા સંધુ અભિનીત છે, જેણે અત્યાર સુધીમાં વિશ્વભરમાં લગભગ ૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application