BREAKING NEWS

પોલીસે મને ઢસડ્યો ત્યારે મારા મોઢામાંથી લોહી નીકળ્યું, બે-ત્રણ મુક્કા વાગ્યાઃ રાહુલ ગાંધી

  • July 22, 2026 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નીટ પેપર લીક મામલે સરકાર વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનોએ દેશમાં રાજકીય હોબાળો મચાવ્યો છે. દિલ્હીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત અને જંતર-મંતર પર પોલીસ કાર્યવાહી સામે કોંગ્રેસ ગઈકાલે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કાળી પટ્ટી પહેરીને મીડિયાને સંબોધિત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પોલીસ મને ઢસડીને લઈ ગઈ ત્યારે મોઢામાંથી લોહી નીકળી ગયું હતું. તેમજ બે-ત્રણ મુક્કા પણ વાગ્યા હતા. 


વધુમાં જણાવ્યું કે, હું આ બધાનો આદી છું. મારું કામ દેશના લોકોની ઈચ્છા વ્યક્ત કરવાનું છે. વિપક્ષના નેતા તરીકે. આ ખૂબ જ નાની કિંમત છે, આ મોટી વાત નથી. મેં આ કર્યું તે મારા માટે ગર્વની વાત છે. ધરણા દરમિયાન બે મુક્કા વાગ્યા તે મોટી વાત નથી.


વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી 100 ટકા અને સંપૂર્ણ વિપક્ષ 100 ટકા વિદ્યાર્થીઓની માંગણીઓ સાથે છે, તેમની સાથે છે. ભલે તે દિલ્હી હોય કે દેશનું કોઈ પણ રાજ્ય હોય. આ એક સંકેત છે કે કંઈક મજબૂત થઈ રહ્યું છે.​​​​​​​


રાહુલ ગાંધીની ત્રણ માગ

પહેલી માગ- ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.

બીજી માગ- વિદ્યાર્થીઓ પર હુમલો કરનાર દરેક વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવે.

ત્રીજી માગ- પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application