રાજકોટ શહેરમાં કેસરી હિન્દુ પુલ થી શ કરી પારેવડી ચોક સુધી આવેલી દુકાનોમાં ભરાતી સિઝનલ ચીકી બજારમાં આજે મહાપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા નરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સેમ્પલિંગ કરાયું હતું.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતીના તહેવારોને અનુલક્ષીને લોકો દ્રારા પુષ્કળ પ્રમાણમા વપરાશમાં લેવામાં આવતી ચીકીના ઉત્પાદકો તથા વેપારીઓને ત્યાં ફડ બ્રાન્ચ દ્રારા સધન ચકાસણી કરવામાં આવેલ. જે અન્વયે (૧)મોમાઇ ચીકી– પારેવડી ચોક, (૨)શિવ ચીકી– પારેવડી ચોક, (૩)જય બજરગં લાઈવ ચીકી– પારેવડી ચોક, (૪)જય સિયારામ ચીકી– પારેવડી ચોક, (૫)જય જલારામ ચીકી– પારેવડી ચોક, (૬)પાર્થ ચીકી– પારેવડી ચોક, (૭)જય શંકર ચીકી– ભગવતી પરા, (૮)ક્રિષ્ના સિઝન સ્ટોર –સહકાર મેઇન રોડ (૯)સંતોષ સિઝન સ્ટોર– સહકાર મેઇન રોડ (૧૦)સોનલ સિઝન સ્ટોર –સહકાર મેઇન રોડની ચકાસણી કરવામાં આવેલ. તેમજ ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ પાંચ નમૂના લેવામાં આવેલ જેમાં(૧) તલનું કચરીયું (લુઝ): સ્થળ– મોમાઇ ચીકી, પારેવડી ચોક, (૨) તલ ચીકી (લુઝ): સ્થળ– શિવ ચીકી, પારેવડી ચોક (૩) શીંગ ચીકી (લુઝ): સ્થળ– જય બજરગં લાઈવ ચીકી, પારેવડી ચોક (૪) રાજગરાના લાડુ (લુઝ): સ્થળ– જય સિયારામ ચીકી, પારેવડી ચોક (૫) ચાંદની પાર્ક (લુઝ): સ્થળ– પાર્થ ચીકી, પારેવડી ચોક સહિતના પાંચ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
તેમણે ઉમેયુ હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાનામવા ચોક, નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ સિધ્ધેશ્વર ઢોસા ટાઉન, દાબેલી વાલે, તથા નાનામવા રોડ, ગોલ્ડન વ્યૂ કોમ્પલેક્ષમાં આવેલ ચોકો બાઇટ પેઢીની તપાસ કરતા પેઢીને લાયસન્સ મેળવવા તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. યારે સાંઇબાબા સર્કલ થી ભવાની ચોક કોઠારીયા વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવરાશની પળમાં રૂમની સફાઈ કરવામાં પણ શાહરુખને શરમ ન નડે
May 03, 2025 12:03 PMએશ્વર્યા જેવી હેરસ્ટાઇલ કરવા બદલ કેટરીના ટ્રોલ થઈ
May 03, 2025 11:58 AMજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech