વીંછિયાના મોટા હડમતીયાની સીમમાં કટિંગ ટાંકણે દરોડો: એક કરોડનો મુદ્દામાલ કબજે
વીંછિયાના મોટા હડમતીયાની સીમમાં કટિંગ ટાંકણે દરોડો: એક કરોડનો મુદ્દામાલ કબજે
July 13, 2026 09:17 AM
વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામની સીમમાં દાના કટીંગ ટાંકણે જ સ્થાનિક પોલીસે દરોડો પાડી શરાબની ૨૮૯૩૨ બોટલ સહિત ૧ કરોડનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. જયારે મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. દાના આ દરોડાની જાણવા મળતી વિગત મુજબ, વીંછિયા પોલીસ મથકના પીઆઈ યુ.આર.ડામોરની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઈ દિલીપભાઈ માલકીયા, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ, મનોજભાઈ ડાભી, પ્રકાશભાઇ કુકડીયા સહિતના સ્ટાફને વીંછિયા પોલીસ મથકની આંબલી ચોકી પહોચતા ઉદય ખાચર મોટા હડમતીયા ગામની સીમમા માવજીભાઈ વાલાણીની વાડીના શેઢા પાસે આવેલી સરકારી ખરાબામા વિદેશી દાની બોટલોનુ કટીંગ કરતા હોય તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડો હતો. પોલીસે દરોડો પાડતાં જ પોલીસને જોઈ હાજર શખસો નાસી છૂટા હતાં. ત્યાં પડેલ બે ટ્રકમા રહેલ કન્ટેનરમાં જોતાં તેમાં અલગ–અલગ બ્રાંડની વિદેશી દાની બોટલો ભરેલ જોવામા આવી હતી. પોલીસે બંને ટ્રક પોલીસ મથકે લઈ જઈ તપાસ કરતાં કુલ ૨૮,૯૩૨ બોટલ દા .૫૪.૪૭ લાખ અને બે ટ્રક સહિત કુલ .૧.૦૯ કરોડનો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા શખસોની શોધખોળ હાથ ધરી છે.