BREAKING NEWS

ગોંડલના મોટાદડવાની સીમમાં વાડીએ કટીંગ ટાંકણે દરોડો: ૪૩૨ બોટલ દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા

  • September 10, 2026 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલ તાલુકાના મોટાદડવા ગામની સીમમાં આવેલી વાડીએ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દારૂના કટીંગ ટાંકણે જ દરોડો પાડી અહીંથી 432 બોટલ દારૂના જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂનો આ જથ્થો ત્રણ બાઇક અને કાર સહિત 2.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ સાથે ઝડપાયેલો શિવરાજપુરનો રાહુલ શરાબનો જથ્થો એમ.પી. થી લાવ્યો હતો. દારૂ મોટા દડવાના ધમભાઇ કાઠીએ મગાવ્યો હતો. જયારે વાડી માલિક અક્ષય બસીયાએ અહીં વાડીમાં દારૂનો જથ્થો હેરફેર કરવા વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ- જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી હકીકત મળી હતી કે, અક્ષય સોકુભાઈ બસિયા (રહે. મોટા દડવા તા. ગોંડલ) મોટા દડવા ગામની સીમમાં વીરનગર તરફ જવાના કાચા રસ્તે આવેલ પોતાની વાડીમાં ગેરકાયદે દારૂનો જથ્થો ઉતાર્યો છે અને તેની હેરાફેરી કરે છે. જે હકીકતના આધારે એલસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો.પોલીસે કટીંગ ટાંકણે જ દરોડો પાડી અહીંથી રાહુલ છગનભાઈ વાઘાણી (ઉ.વ.31 રહે. શિવરાજપુર), મુકેશ ચિનકાભાઈ તોમર (ઉ.વ.30 રહે. ચાંદપુર જી. અલીરાજપુર) અને પ્રવીણ સેવલાભાઈ તોમર (ઉ.વ. 27 રહે. ચાંદપુર જી. અલીરાજપુર) ને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન 432 બોટલ દારૂ ત્રણ વાહન અને આઇ- 10 કાર નંબર જીજે 3 ઇસી 6738 સહિત રૂ. 2,88,440 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દારૂનો આ જથ્થો ગોંડલના મોટા દડવામાં રહેતા ધમભાઈ કાઠીએ મંગાવ્યો હતો જ્યારે અક્ષય સોમકુભાઇ બસીયાએ પોતાની વાડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો હતો. પોલીસને પૂછતાછમાં ઝડપાયેલ આરોપી રાહુલ વાઘાણી એમપીથી શરાબનો આ જથ્થો લાવ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં પાંચેય શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરાવી અન્ય બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબીના એ.એસ.આઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, કોન્સ્ટેબલ રણજીતભાઈ બોરડ, વિજયભાઈ ખડીયા, ભાવેશભાઈ મકવાણા અને વિજયભાઈ સિંહાર સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application