ગુજરાતમાં હરિયાણા પંજાબ તેમજ રાજસ્થાન માંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડના જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્કને ભેદી બુટલેગરોને ઝડપી લેવા એસએમસીના ચીફ અને યુવા એસપીના આદેશના પગલે એસએમસીએ બાબરાના ગળ કોટડીમાં૬૨.૭૯ લાખનો દારૂ પકડ્યા બાદ અમરેલી જિલ્લા પર નિશાન સાધ્યું હોય તેમ ખાંભાના નાની વિસાવદરની હોળીધાર સીમમાં દારૂનું કટીંગ થાય તે પૂર્વે ટ્રક માંથી ૧૨૭૨૬ બોટલ દારૂ કિંમત ૫૯.૬૪ લાખના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેતા સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાન્ચોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાય અને યુવા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પી.એસ.આઇ એસ વી ગળચર અને ટીમ અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ચોક્કસ હકીકતના આધારે નાની વિસાવદરની હોળીધાર સીમમાં દરોડો પાડી ૫૯.૬૪ લાખની કીમતનો ૧૨૭૨૬ બોટલ વિદેશી દારૂ નો જથ્થો ડિલિવરી થાય તે પૂર્વેજ ઝડપી લીધો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપી તનવીર હુસેન નાસી હુસેન સૈયદ ઉંમર વર્ષ 41 રહે હાલ ગારીયાધાર મૂળ રખિયાલ અમદાવાદ વાળાને દારૂ ,આઇસર, ગાદલા સહિત એક કરોડ 4 લાખ 69,390 ના મુદ્દા માલ સાથે ઝડપી ખાંભા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દારૂ મંગાવનાર ખાંભા ના બુટલેગર સહિત 10 સામે ગુનો નોંધાયો
એસએમસીએ 12,726 બોટલ સાથે ઝડપ પહેલા ટ્રક ચાલક હુસેન સૈયદની પૂછપરછમાં આ દારૂ ગાદલાના જથ્થાની આડમાં છુપાવી ખાંભા પંથકના બુટલેગરે મંગાવ્યાની તેમજ દારૂ ઉતારવા માટે મજુર મુસીલ તેલી ગારીયાધાર મજુર મોકલનાર સાહિલ સૈયદ ગારીયાધાર તેમજ ચાર ટ્રકના માલિક અને પાયલોટિંગ કરનાર બાઈક ચાલક સહિત 10 સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.