રાજકોટ જિલ્લામાં દેશી તેમજ વિદેશી દારૂના ધંધાથીઓ પર ધોષ બોલાવવા જિલ્લા એસપી એ કરેલા આદેશના પગલે એલસીબી પીઆઇની સૂચનાથી ટીમ વિરપુર પંથકમાં પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન મળેલ હકીકતના આધારે સેલુકા ગામની સીમમાં ગોરીયાધાર વિસ્તારમાં વિદેશી દારૂ ના કટીંગ વેળાએ ઓચિંતો દરોડો પાડતા 17.95 લાખની 815 બોટલ વિદેશી દારૂ ના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવર રાજસ્થાની શખ્સની બે વાહન સહિત કુલ ૩૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એસ.પી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂના ધંધાથી બુટલેગરો તેમજ દારૂ સપ્લાય કરતા સપ્લાયરો પર વોચ રાખવા અને દારૂના દરોડા પાડવા કરેલા આદેશના પગલે એલસીબી પીઆઇ વીવી ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચસી ગોહિલ પીએસઆઇ આર.વી. ભીમાણી સહિતની ટીમ વિરપુર પંથકમાં પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમિયાન એલસીબીના નિલેશભાઈ ડાંગર રાજુભાઈ સાંબળા, દિવ્યેશ સુવા મિતલભાઇ ચંદ્રવાડીયાને હકીકત મળી હતી કે વીરપુરના સેલુકા વિસ્તારમાં આવેલ ગોરીયાધાર માં અવાવરું જગ્યાએ વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું છે ઉપરોક્ત બાતમીના આધારે એલસીબી ની ટીમે દરોડો પાડ્યો હતો.
ઓચિંતો દોરોડો પડતા દારૂનું કટીંગ કરી રહેલા બુટલેગરોમાં નાશભાગ મચી હતી અને પોલીસે સ્થળ પરથી 815 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 17,95,617 નો દારૂ આઇસર એચ.આર 55 એક્સ 1062 તેમજ કાર જી.જે 18 બી.બી 7737 તેમજ મોબાઇલ સાથે ટ્રક ડ્રાઇવર કપિલ અરુડચંદ રાજપુત રહે નસવાડી તાલુકો ગોવિંદગઢ જિલ્લો અલવાર રાજસ્થાન વાળાને 30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પૂછપરછમાં આ દારૂનો જથ્થો જેતપુર તાલુકાના રબારીકા ગામના વિપુલભાઈ હાથીભાઈ લાલુ નામના બુટલેગરે મંગાવ્યાની કબુલાત આપતા એલસીબી એ તેની શોધખોળ શરૂ કરી છે.
આ અંગેની કામગીરીમાં એલસીબી પીઆઇ વીવી ઓડેદરા, પીએસઆઇ, એચ સી એચ સી ગોહિલ પીએસઆઇ ભીમાણી, એ.એસ.આઇ બાલકૃષ્ણ ત્રિવેદી, અનિલભાઈ બડકોદિયા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશ સુવા, વિરલભાઈ ચંદ્રવાડીયા અને ડ્રાઇવર અબ્દુલભાઈ શેખ જોડાયા હતા.