રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.પી.માનસેતાએ દારૂ તથા જુગારની પ્રવ્રુતી નેશ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભાણવડ પોસ્ટેના પો.ઇન્સ. સી.એલ દેસાઇની સુચના કરેલ હોય.
જે અનુસંધાને ભાણવડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ બી.કે.કડછા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ જીતુભાઇ જામ તથા નીલેશભાઇ કારેણા તથા કિશોરસિંહ જાડેજાને સંયુક્તમાં ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે સતસાગર તળાવની ઉપર આવેલ બારી તળાવ નેશમાં રહેતો હકા દાના રબારી સતસાગર ચેકડેમથી પશ્વિમે આશરે ૨૦૦મીટર દુર બાવળની ઝાળીમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે.
જેવી હકીકતના આધારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન દેશીદારૂ બનાવાવનો આથો ૮૦૦ હોય જેની કિ.રૂ.૨૦,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય તેમજ આરોપી હકા દાના રબારી રેઇડ દરમ્યાન હાજર મળી ન હોય તો તેના વીરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા પો.હેડ.કોન્સ કિશોરસીંહ ચંદુભા જાડેજાએ ફરીયાદ રજી. કરાવેલ છે.
કામગીરી કરનાર - ભાણવડ પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેક્ટર સી.એલ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ. બી.કે.કડછા તથા એ.એસ.આઇ. કેશુરભાઇ ભાટીયા પો.હેડ.કોન્સ કિશોરસીંહ ચંદુભા જાડેજા તથા જીતુભાઇ જામ તથા નીલેશભાઇ કારેણા તથા જેશાભાઇ બેરા તથા વેજાણંદભાઇ બેરા તથા પો.કોન્સ લાલાભાઇ ખાટલીયા તથા અજયભાઇ ભારવાડીયા નાઓએ સયુંક્તમાં કરેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application