રાજકોટમાં સ્પા મસાજની આડમાં કુટણખાના ધમધમી રહ્યા હોય રાજ્યભરમાં એન્ટી હુમન યુનિટ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક આવેલા રિઅલ વેલનેસ - સ્પામાં દરોડો પાડી ટેલિકોલર યુવતી સહિત ચાર લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ અને જૂનાગઢની યુવતીને ઝડપી લીધી
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના એએચટીયુ પીઆઈ બી. એમ.ઝણકાટ, પીએસઆઈ એકે.ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ મારૂ સહિતની ટીમે પંચાયત ચોકમાં ઈનોવેટિવ સ્કૂલ પાસે આવેલા શ્રીજી કોમ્પલેક્ષના પહેલા માળે ચેકિંગ કરતા ત્યાં મસાજની આડમાં અન્ય રાજ્યમાંથી તેમજ ગુજરાતની યુવતીઓ પાસે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરવામાં આવી રહ્યાનું સાબિત થતાં જ પોલીસે સ્પાના સંચાલકો યોગેશ રમણીકભાઈ જીકાદ્રા રહે.અમરેલી ભરત હરસુરભાઈ પાડા રહે.જસદણ ભાવિન દિલીપભાઈ ગોહિલ રહે.સાધુ વાસવાણી રોડ રાજકોટ અને જૂનાગઢની યુવતીને ઝડપી લીધા હતા.
સ્પામાં એન્ટ્રી ફી પેટે ૧૦૦૦ લેવામાં આવતા
પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી ટેલિકોલર યુવતી સહિત ચારની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા સ્પામાં એક હજાર રૂપિયા એન્ટ્રી ફી, ત્રણ હજાર રૂપિયા એકસ્ટ્રા સર્વિસના વસૂલાતા હોવાનું ખુલ્યું હતું, ગ્રાહકો પાસેથી સ્પામાં એન્ટ્રી ફી પેટે ૧૦૦૦ લેવામાં આવતા હતા. તેમજ જો ગ્રાહક એકસ્ટ્રા સર્વિસ રૂપે શરીરસુખ માણવાનું નક્કી કરે તો ત્રણ હજાર રૂપિયા લેવામાં આવતા હોવાનું અને ચાર હજારમાંથી સ્પા સંચાલક દ્વારા યુવતીને એક હજાર રૂપિયા ગ્રાહકદીઠ આપતો હોવાની કબૂલાતના આધારે પોલીસે છ મોબાઈલ સહિત 39,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની કામગીરીમાં પીઆઇ બી.એમ ઝણકાટ, પીએસઆઇ એકે ગૌસ્વામી પીએસઆઇ બી.વી ચુડાસમા,જીગ્નેશ મારું, હરસુખ વાછાણી, મોહમ્મદ આરીફ અન્સારી, હસમુખભાઈ બાલધા, ભૂમિકાબેન ઠાકર, શાંતબેન મૂળિયા, ગણેશ પ્રસાદ તેમજ જ્યોતિબેન બાબરીયા રોકાયા હતા.