BREAKING NEWS

જસદણના ગઢાળા ગામ પાસે ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો: રૂા.૪.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

  • July 13, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણ પોલીસ સ્ટેશન હેઠળના ગઢાળા ગામમાં ચાલતી ઘોડી–પાસાની જુગાર કલબ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે અહીં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં જયારે પાંચ શખસો નાસી છુટયા હતાં.દરોડા દરમિયાન પોલીસે પટમાંથી રોકડ .૬૧,૧૦૦ અને ઇકો કાર ત્રણ બાઇક અને મોબાઇલ સહિત કુલ .૪,૭૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાય દ્રારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ બાબતે સખ્ત કાર્યવાહી કરવા અને આવી પ્રવૃત્તીઓ સદંતર ડામી દેવા અને તેઓ વિધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા,સી.એમ.કાંટેલીયા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન દિવ્યેશભાઈ સુવા, શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ ચુડાસમા, અનિધ્ધસિંહ જાડેજા, વકારભાઇ અરબ, નિકુલભાઇ પંપાણીયાને મળેલી હકિકતના આધારે જસદણ પોલીસ સ્ટેશનની હદના ગઢાળા ગામ ખંભાળા–ભડલી રોડ પાસેથી ચાલી રહેલી ઘોડી–પાસાની જુગાર કબલ પર દરોડો પાડયો હતો. પોલીસે દરોડા પાડતા અહીં નાસભાગ મચી જવા પામી હતી. જુગાર રમતા રજાક જમાલભાઈ ખોરાણી (રહે. નવાગઢ, તા. જેતપુર), સંજય વાઘજીભાઇ વાઘેલા (રહે. કરીયાણા ગામ તા. બાબરા), મુકેશ હિપાભાઇ સરેલીયા (રહે. લીંબડીયા તા. ગઢડા (સ્વામીના.) જિ. બોટાદ) અને મનિષ નાનજીભાઇ મા (રહે. બાબરા, કરીયાણા રોડ ડો. આંબેડકર નગર) ને ઝડપી લીધા હતાં.
દરોડા દરમિયાન પટમાંથી રોકડ .૬૧,૧૦૦, ઘોડી–પાસા નગં ૨, મોબાઇલ નગં ૩, મોટર સાયકલ ત્રણ , ઇક્કો કાર મળી કુલ .૪,૭૧,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ઝડપાયેલા શખસોની પુછતાછ કરતા નાસી ગયેલા આરોપીઓના સંજય સામતભાઇ ગરાણીયા (રહે. ગઢાળા), સુરેશ મકવાણા (રહે. બાબરા), ભરત વાટુકીયા (રહે. ગઢાળા, સંજયભાઇની વાડીમાં મુળ ખંભાળા), વલ્લભ કોળી (રહે. ખંભાળા) અને બીજલ કોળી (રહે. ખંભાળા) હોવાનું માલુમ પડયું હતું.
પોલીસે સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, બાબરાનો સુરેશ મકવાણા અને ખંભાળાનો બીજલ ભાગમાં જુગાર ઘોડીપાસાની જુગારકલબ ચલાવતા હતાં. અહીં રાજકોટ ગોંડલ સહિત સૌરાષ્ટ્ર્રભરમાંથી ખેલીઓ જુગાર રમતા આવતા હોવાનું માલુમ પડયું છે. પોલીસે આરોપીઓ સામે જુગારધારની કલમ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News