BREAKING NEWS

રેલનગરના મકાનમાંથી મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો

  • October 08, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારના મકાનમાંથી મહિલા સંચાલિત જુગારધામ પર પ્ર.નગર પોલીસે દરોડો પાડી મકાનમાલિક સહિત નવ મહિલાઓની ઝડપી લીધી હતી. પોલીસે પટમાંથી રૂ.13,250 ની રોકડ કબ્જે કરી હતી. જુગારના દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.ડી. મકવાણાના માર્ગદર્શને હેઠળની ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન પોલીસ ટીમને હકીકત મળી હતી કે, રેલનગર શેરી નં.-1 ખાતે આવેલ મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું છે. જેથી તાત્કાલિક પ્ર.નગર પોલીસની ટીમે રેલનગર શેરી નં.-1 ખાતે  જડેશ્વર મકાનમાં દરોડો પાડતા અહીં નવ મહિલાઓ ગોળ કુંડાળું વળી જુગાર રમતી ઝડપાઈ હતી. જેથી પ્ર.નગર પોલીસની ટીમે અહીંથી જુગટુ ખેલતી ઘરધણી મહિલા ભાવનાબેન હરીશભાઈ ત્રિવેદી (ઉવ 65),  ભારતીબેન ગણેશભાઈ દાબસરા (ઉવ 46), ભારતીબેન દિનેશભાઈ સોલંકી (ઉવ 22), પુર્ણાબા ઘોઘસિંહ ઝાલા (ઉવ 45), જોસનાબેન પ્રવીણભાઈ ધામેચા (ઉવ 42),  ઈન્દુમતીબેન અશોકભાઈ હરિયાણી (ઉવ 66), ગીતાબેન મગનભાઈ રંગપરા (ઉવ 49), શીતલબા શક્તિસિંહ જાડેજા (ઉવ 45) અને રાખીબેન સંદીપભાઈ ત્રિવેદી (ઉવ 40) ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ રૂ. 13250 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application