ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર ભુતવડ ગામના પાટિયાની સામે ઔધોગિક વસાહતમાં બાયોડીઝલનું વેચાણ ચાલતુ હોવાની ધોરાજી એએસપી સિમરન ભારદ્રાજને મળેલી હકિકતના આધારે દરોડો પાડો હતો. પોલીસે અહીં ચાલતા ગેરકાયદે બાયોડીઝલના કારસ્તાનને ઝડપી લઇ વાહનમાં ભરેલ ૯૦૦ લીટર બાયોડીઝલ તેમજ ટાંકામાંથી ૨૨૦૦ લીટર સહિત કુલ પિયા ૬.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર શખસો સામે ગુનો નોંધી બે શખસોને ઝડપી લીધા હતા. યારે અન્ય બે શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઈ.જી અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં ગેરકાયદે ચાલતી બાયોડીઝલ વેચાણની પ્રવૃત્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન ધોરાજી એએસપી સિમરન ભારદ્રાજને ખાનગી રાહે હકીકત મળી હતી કે, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર ભુતવડ ગામના પાટિયાની સામે ઔધોગિક વસાહતમાં ગેરકાયદે બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ હકીકતના આધારે એએસપી સિમરન ભારદ્રાજ તથા ટીમ અને ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઇ ડો. એમ.એમ. ઠાકોર તથા તેમની ટીમે સંયુકતપણે દરોડો પાડો હતો. પોલીસે અહીંથી અશોક લેલન દોસ્ત નંબર જીજે ૧૬ ડબલ્યુ ૯૨૦૬ વાહનમાંથી પિયા ૭૨ હજારની કિંમતનું ૯૦૦ લીટર બાયોડીઝલ તથા બે ટાંકા જેમાંથી . ૩.૩૬ લાખની કિંમતનો ૪૨૦૦ લીટર બાયોડીઝલનો જથ્થા પોલીસે ફલ પિયા ૬,૩૧,૦૮૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસે બાયોડીઝલના આ જથ્થા સાથે ધોરાજીના ભુતવડ ગામે નવાપરા વિસ્તારમાં રહેતા સાહિલ હનીફભાઈ શેખ (ઉ.વ.૨૫) રોહિત પરબતભાઈ બારૈયા (ઉ.વ.૩૦) ને ઝડપી લીધા હતા પોલીસે આ બંને શખસોની પૂછતાછ કરતા તેઓ બાયોડીઝલનો આ જથ્થો વેચાણ માટે ધોરાજીના હિતેશ રમેશચદ્રં કોયાણી અને કલ્પેશ બચુભાઈ બાબરીયા પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે ચારેય શખસો સામે આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ હેઠળ તથા એકસપ્લોઝિવ એકટની કલમ હેઠળ ગુનો નોંધી અન્ય બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.