શિયાળા ઋતુ તથા મકરસંક્રાંતિ તહેવારો અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પર આવેલ વિસ્તારોમાં ચીકીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીનું ચેકિંગ નીચે મુજબની વિગતે ચેકિંગ કરવામાં આવેલ જેમાં વપરાશમાં લેવાતા તલ, ગોળ, શીંગદાણા, ટોપરું વગેરેના સ્ટોરેજ પેકિંગ તેમજ પેઢીના ઉત્પાદન સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તપાસવામાં આવેલ. જેમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ આઠ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ ત્રણ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં (૧) મોમાઈ ચીકી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)અનંત લાઈવ ચીકી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)જય સિયારામ ચીકી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (૪)શિવ ચીકી (૫)જય બજરંગ લાઈવ ચીકી (૬)જય જલારામ ચીકી (૭)પાર્થ ચીકી (૮)જય બજરંગ લાઈવ ચીકીની ચકાસણી કરવામાં આવી હતી.
સ્પેશલ ડ્રાઈવ અંતર્ગત નીચે મુજબની વિગતે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૧૦ નમૂના લેવામાં આવ્યા હતા જેમાં (૧) તલની ચીકી (લુઝ): સ્થળ- મોમાઈ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ (૨)ક્રશ ચીકી (લુઝ): સ્થળ- અનંત લાઈવ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ. (૩) તલના લાડુ (લૂઝ): સ્થળ- શિવ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ (૪)દાળિયાની ચીકી (લુઝ): સ્થળ- જય બજરંગ લાઈવ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ (૫) ટોપરાની ચીકી (લુઝ): સ્થળ- જય સિયારામ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ (૬)શીંગ ચીકી (લુઝ): સ્થળ- જય સિયારામ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ
(૭) નેશનલ નામદાર પિનટ માવા ચીકી (૪૫૦ ગ્રામ પેક્ડ): સ્થળ- જય જલારામ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ (૮) મનમોજી ચીકી (લુઝ): સ્થળ- જય જલારામ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ (૯)કાળા તલનું કચરિયું (લુઝ): સ્થળ- પાર્થ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ (૧૦)તલના લાડુ (લુઝ): સ્થળ- જય બજરંગ લાઈવ ચીકી, પારેવડી ચોક, કેશરી હિન્દ પુલ પાસે, રાજકોટ સહિતનો સમાવેશ થાય છે.