રાજકોટ રૂરલ એલસીબીની ટીમે બળધોઈ ગામની ઉગમણી સીમમાંથી ચાલતી જુગાર કલબ પર દરોડો પાડી ૧૧ શખસોને જુગાર રમતા પકડી રોકડ, મોબાઈલ, વાહન સહિત કુલ રૂ.૮,૦૩,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓને શોધી નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અંતર્ગત એલ.સી.બી પીઆઇ વી.વી. ઓડેદરા તથા ઇન્ચાર્જ પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બળધોઈ ગામની ઉગમણી સીમમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વાડીના માલિક મનસુખ ઉર્ફે સાગર કાળુભાઈ કાછેલા (રહે બળધોઈ ગામની ઉગમણી સીમ), જીગ્નેશ પ્રવીણભાઈ ભોજક (રહે વીરનગર જસદણ), મહેશ મનજીભાઈ ચાવડા (રહે ખરેડા કોટડા સાંગાણી), કાળુ ગગનજીભાઈ બાવળીયા (રહે જસદણ ગંગાભવન સોસાયટી), પ્રવીણ હરજીભાઈ મેસાવીયા (રહે પારેવાળા જસદણ), ધર્મેશ માવજીભાઈ સાપરા રહે (ભાડુઇ કોટડા સાંગાણી), રાયધન ભીખાભાઈ મુંધવા (રહે વીરનગર જસદણ), રમેશ હીરાભાઈ સાકળીયા (રહે બળધોઈ ગામની સીમ), ચેતન પરબતભાઈ વાડોદરિયા (રહે ખરેડા કોટડા સાંગાણી), વિહા બુટાભાઈ ગમારા (રહે શિવરાજપુર જસદણ), રમેશગીરી ઈશ્વર ગીરી ગોસ્વામી (રહે વીરનગર જસદણ) ને જુગાર રમતા પકડી પાડ્યા હતા.
પોલીસે પટમાંથી રૂ. ૧,૫૮,૦૦૦ અને ૧૧ મોબાઈલ, ૩ વાહન સહિત કુલ રૂ. ૮,૦૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એસ.સી.બી. પી.આઈ વી.વી.ઓડેદરા, એફ. એ. પારગી, પી.એસ.આઈ. એચ. સી. ગોહિલ, આર.વી. ભીમાણી, એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ, ધર્મેશભાઈ બાવળીયા, વાઘાભાઈ આલ, પ્રણયભાઈ સાવરીયા, પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા, મેહુલભાઈ સોનરાજ, ભાવેશભાઈ મકવાણા, દિલીપસિંહ જાડેજા સાથે રહ્યા હતા.