BREAKING NEWS

રાજકોટ નજીક કેસરધાણી હોટલ પાછળ મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો: છ શખસો ઝડપાયા

  • July 23, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તરઘડી ગામની સીમમાં આવેલી કેસરધાણી હોટલની પાછળ ગોલ્ડન એંકર સોસાયટીમાં મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીની ટીમે દરોડો પાડી અને જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧.૪૬ લાખ મોબાઈલ ફોન, બ્રેઝા કાર સહિત . ૬.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ તમામ શખસો રાજકોટમાં રહેતા હોય અને મિત્રો હોય અહીં કાર લઇ જુગાર રમવા આવ્યા હતાં. જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં ગેરકાયદે દા–જુગારની પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હકીકત મળી હતી કે, પડધરી તાલુકાના તરઘડી ગામની સીમમાં કેસરધાણી હોટલની પાછળ ગોલ્ડન એંકર સોસાયટીમાં આવેલા પ્લોટ નંબર ૩૧ માં ગિરીશ કાનજીભાઈ ફળદુ (રહે. રાજકોટ)ના મકાનમાં કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસની ટીમે અને દરોડો પાડતા અહીં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં રાજકોટમાં રહેતા ગિરીશ કાનજીભાઈ ફળદુ (ઉ.વ. ૬૨ રહે. ભવનાથ પાર્ક ૪૦ ફુટ રોડ મવડી), મનસુખ હીરાભાઈ વોરા (ઉ.વ.૬૩ રહે. સંસ્કાર સીટી રામધણની બાજુમાં મવડી), નિલેશ મણીલાલ પાટડીયા (ઉ.વ.૪૬ રહે મીલપરા મેઇન રોડ આદિનાથ એપાર્ટમેન્ટ), નિતીન ગોવિંદભાઈ રામાણી (ઉ.વ.૪૮ રહે નવનીત હોલ પાસે, હરિધવા રોડ), નરશી બાબુભાઈ ગઢીયા (ઉ.વ. ૬૧ રહે. મવડી, ૧૫૦ ફટ રીંગ રોડ પટેલ બોડિગ સામે) અને નિકુંજ બાવાલાલ પરસાણા (ઉ.વ. ૩૭ રહે. કોઠારીયા રોડ શ્રી રામ પાર્ક)નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧.૪૬ લાખ ૭ મોબાઈલ ફોન બ્રેઝા કાર સહિત . ૬,૩૬,૬૦૦ નો મુદામાલ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application