રાજકોટમાં સ્પા મસાજની આડમાં અન્ય રાયોમાંથી યુવતીઓને બોલાવી દેહવિક્રીયનો ગોરખ ધંધો ચાલતો હોય જેની સામે એન્ટી હત્પમન ટ્રાફિકિંગ ટીમે ઝુંબેશ શ કરી છે ત્યારે વિરાણી ચોકમાં આવેલા ધી પીસ ફુલ સ્પામાં ડમી ગ્રાહક મોકલી પોલીસે કુટણખાનું ઝડપી સ્પાના –ત્રણ પાર્ટનર સહિત ચાર સામે ઘી ઈમરોલ ટ્રાફિક એકટની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ બી એમ. ઝણકાટ અને ટીમને હકીકત મળી હતી કે, વિરાણી ચોક નજીક સીજે કોમ્પ્લેકસની બાજુમાં આવેલા ધી પીસ ફુલ' સ્પાના સંચાલકો મસાજના નામે ગ્રાહકોને એકસ્ટ્રા સર્વિસ આપવાનું કહીને દેહવિક્રિયનો ગોરખધંધો ચલાવતા હોવાની હકીકતના આધારે ટીમે એક ડર્મી ગ્રાહકને આ સ્પામાં મોકલ્યો હતો.
દરમિયાન ટીમ વોચમાં હોય તેવામાં સ્પામાં રહેલા ડમી ગ્રાહકનો સંકેત મળતા જ પોલીસે સ્પામાં મમાં ડમી ગ્રાહક ડમી ગ્રાહક અને એક લલનાને કઢંગી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા,પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આ સ્પાના સંચાલક જીગર દિલીપભાઈ સચદેવ ( ઉંમર ૨૯ રહે. ભાટિયાગામ જી.દેવભૂમિ દ્રારકા), પરબત બોરીચા, કિશન કરણબહાદુર ઠાકુર ગ્રાહકો પાસેથી કાઉન્ટર ઉપર મસાજના નામે ૧૦૦૦ લેતા હતા.
દરોડો દરમિયાન પોલીસને સ્પામાંથી નોર્થ દિલ્હી અને આસામની છોકરીઓ મળી આવતા તેઓને મુકત કરવામાં આવી હતી. પોલીસે ગ્રાહક પાસેથી ઉઘરાવેલા પિયા ૪૧૦૦ અને ત્રણ મોબાઈલ સહિત ૧૯૧૦૦નો મુદ્દામાલ કબજે કરી સ્પા માલિક અને લલના સામે એ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં પીઆઈ બી એમ ઝણકાટ, પીએસઆઈ એ.કે.ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ જીગ્રેશ માં, હરસુખ વાછાણી, મહંમદઆરીફ અંસારી, હસમુખ બાલધા, ગણેશ પ્રસાદ તેમજ મહિલા કોન્સ્ટેબલ ભૂમિકા ઠાકર યોતિબેન બાબરીયા સહિત ની ટીમ જોડાઈ હતી