BREAKING NEWS

રેલવે કોલોની પાસે મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો: નવ ઝડપાયા

  • August 04, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના જામનગર રોડ પર રેલવે કોલોની પાસે મહિલા સંચાલિત જુગારધામ પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાલાવડ રોડ પર જાનકી કોમ્પલેક્ષમાં ફ્લેટમાં જુગાર રમતા ફ્લેટધારક સહિત સાત શખસોને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. ગોહિલની રાહબરિ હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, જામનગર રોડ પર રેલવે કોલોની સામે ક્રિષ્ના ફર્નિચરની બાજુમાં કપિલા હનુમાન મંદિર પાસે રહેતી જ્યોતિબેન પ્રવીણભાઈ અગ્રાવત (ઉ.વ. 60) નામના મહિલા ઘરમાં જુગાર રમાડે છે. બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસે અહીં દરોડો પાડ્યો હતો.પોલીસે જુગાર રમતા ચાર મહિલા સહિત નવ શખસોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પટમાંથી રોકડ રૂપિયા 10,530 કબજે કર્યા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મકાન માલિક જ્યોતિબેન અગ્રાવત ઉપરાંત નીલમબેન શૈલેષભાઈ અગ્રાવત, મુસ્કાન ઇમરાનભાઈ ચાનિયા, રમાબેન કાથડભાઇ મકવાણા, પ્રશાંત રાજકુમારભાઈ જીવનાણી, વિશાલ રમેશભાઈ પંડ્યા, શૈલેષ ધીરુભાઈ બારીયા, નિલેશ ઘોઘાભાઈ મકવાણા અને શૈલેષ ભુપતભાઈ અગ્રાવતનો સમાવેશ થાય છે. પોલીસે આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુગારના અન્ય એક દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.બી.ચૌધરીની રાહબરીમાં સ્ટાફે કાલાવડ રોડ પર પંજાબ હોન્ડાની બાજુમાં જાનકી કોમ્પ્લેક્સ ફલેટ નંબર 202 માં રહેતા હર્ષિલ કિશોરભાઈ શાહ (ઉ.વ.33) ના ફ્લેટમાં દરોડો પાડી અહીં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં હર્ષિલ ઉપરાંત પાર્થ અશોકભાઈ હિંડોચા, સંકુલ નવીનભાઈ સીમેજીયા, પ્રતીક રમેશભાઈ ચાવડા, મિહિર કમલેશભાઈ સોલંકી, મીત ભરતભાઈ દક્ષિણી અને રાજ ટહેલરામભાઇ ગીડલાણીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 15,050 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application