પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને હાપા- નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ૨૦૨૬ના આખા વર્ષ દરમિયાન વિશેષ ભાડા સાથે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં
ટ્રેન નંબર 09525 હાપા- નાહરલગુન સ્પેશિયલ: જે અગાઉ 25 ફેબ્રુઆરી, 2026 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 30 ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે. વળતા આ ટ્રેન નંબર 09526 નાહરલગુન- હાપા સ્પેશિયલ: જે અગાઉ 28 ફેબ્રુઆરી, 2026 સુધી જાહેર કરવામાં આવી હતી, તેને હવે 02 જાન્યુઆરી, 2027 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરાનું બુકિંગ 01 ફેબ્રુઆરી, 2026થી રિઝર્વેશન કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.