રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તા.૧૫ જુનથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા બાદ ગઇકાલે મેઘરાજા પહેલા જ રાઉન્ડમાં અનરાધાર વરસતા મોસમના પ્રથમ વરસાદ સાથે જ સૌરાષ્ટ્રના કુલ ૮૩માંથી ૨૨ ડેમમાં નવા નીરની ૦.૧૦ ફૂટથી ૧૮ ફૂટ સુધીની ધીંગી આવક નોંધાઇ છે, જ્યારે ૬૪ ડેમ સાઇટ ઉપર અડધાથી છ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. વાવણી પછી માંગ્યા મેહ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.
ક્યાં ડેમમાં કેટલું નવું નીર આવ્યું
વિશેષમાં રાજકોટ સિંચાઈ વિભાગના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં જે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે તેમાં રાજકોટ જિલ્લામાં (૧) ભાદર-૧માં પોણો ફૂટ (૨) આજી-૧માં ૦.૧૦ ફૂટ (૩) ન્યારી-૧માં ૦.૩૩ ફૂટ (૪) ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ (૫) મોતીસરમાં ૧.૩૧ ફૂટ (૬) ફાળદંગ બેટીમાં ૦.૩૩ ફૂટ (૭) ભાદર-૨માં ૦.૨૦ ફૂટ (૮) ઘેલો સોમનાથમાં ચાર ફૂટ (૯) માલગઢમાં ૭.૯૭ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે, જ્યારે મોરબી જિલ્લામાં (૧૦) મચ્છુ-૧માં એક ફૂટ (૧૧) મચ્છુ-૨માં દોઢ ફૂટ (૧૨) ધોડાદ્રોઈમાં ૪.૧૦ ફૂટ (૧૩) બ્રાહ્મણી-૨માં બે ફૂટ, જામનગર જિલ્લાના (૧૪) ઉમિયાસાગરમાં ૦.૦૭ ફૂટ, દ્વારકા જિલ્લાના કાબરકામાં ૦.૩૩ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં (૧૫) વઢવાણ ભોગાવો-૧ (નાયકા)માં ૫.૮૧ ફૂટ (૧૬) લીંબડી ભોગાવો-૧માં ૭.૮૧ ફૂટ (૧૭) વાંસલમાં ૦.૩૩ ફૂટ (૧૮) મોરસલમાં ૧૫.૭૮ ફૂટ (૧૯) સબુરીમાં સૌથી વધુ ૧૮.૦૪ ફૂટ (૨૦) ત્રિવેણી ઠાંગામાં ૨.૬૨ ફૂટ (૨૧) નિમ્ભણીમાં ૨.૧૩ ફૂટ (૨૨) ધારીમાં ૮.૨૦ ફૂટની આવક સહિતનો સમાવેશ થાય છે.
દરમિયાન આ લખાય છે ત્યારે આજે બપોરે પણ અમુક જળાશયોમાં ધીમી ગતિએ નવા નીરની આવક ચાલુ હોવાનું જાણવા મળે છે.
ડેમ સાઇટ ઉપર છ ઇંચ સુધી વરસાદ
રાજકોટ જિલ્લો
ભાદર-૧ દોઢ ઇંચ
મોજ એક ઇંચ
ફોફળ દોઢ ઇંચ
વેણુ-૨ એક ઇંચ
આજી-૧ દોઢ ઇંચ
આજી-૨ અડધો ઇંચ
આજી-૩ અડધો ઇંચ
સુરવો એક ઇંચ
ડોંડી પોણા બે ઇંચ
વાછપરી બે ઇંચ
વેરી અડધો ઇંચ
ન્યારી-૨ પોણા બે ઇંચ
મોતીસર બે ઇંચ
ફાળદંગ બેટી પોણો ઇંચ
ખોડાપીપર બે ઇંચ
છાપરવાડી-૧ પોણા બે ઇંચ
કરમાળ એક ઇંચ
ભાદર-૨ પોણો ઇંચ
કરણુંકી દોઢ ઇંચ
ઘેલો સોમનાથ ત્રણ ઇંચ
માલગઢ છ ઇંચ
મોરબી જિલ્લો
મચ્છુ-૧ ચાર ઇંચ
મચ્છુ-૨ બે ઇંચ
ડેમી-૧ બે ઇંચ
ડેમી-૨ ત્રણ ઇંચ
ધોડાદ્રોઇ ત્રણ ઇંચ
બંગાવડી બે ઇંચ
બ્રાહ્મણી દોઢ ઇંચ
મચ્છુ-૩ પાંચ ઇંચ
ડેમી-૩ બે ઇંચ
જામનગર જિલ્લો
ફુલઝર સવા ઇંચ
ડાઇ મીણસર ત્રણ ઇંચ
ઉંડ-૩ એક ઇંચ
આજી-૪ એક ઇંચ
કંકાવટી દોઢ ઇંચ
વાડીસંગ એક ઇંચ
વગડીયા દોઢ ઇંચ
દ્વારકા જિલ્લો
સાની પાંચ ઇંચ
ઘી બે ઇંચ
વર્તુ-૧ બે ઇંચ
ગઢકી અડધો ઇંચ
વર્તુ-૨ પોણો ઇંચ
સોનમતી પોણો ઇંચ
શેઢા ભાડથરી પાંચ મીમી
વેરાડી-૧ પોણા બે ઇંચ
સિંધણી સવા ઇંચ
કાબરકા અડધો ઇંચ
વેરાડી-૨ દોઢ ઇંચ
મીણસાર અઢી ઇંચ
સુરેન્દ્રનગર જિલ્લો
નાયકા ત્રણ ઇંચ
ધોળીધજા દોઢ ઇંચ
લીંબડી ભોગાવો-૧ ચાર ઇંચ
ફલકું ચાર ઇંચ
વાંસલ બે ઇંચ
મોરસલ છ ઇંચ
સબુરી સાડા ત્રણ ઇંચ
ત્રિવેણી ઠાંગા સાડા ત્રણ ઇંચ
વડોદ બે ઇંચ
નિમ્ભણી સાડા પાંચ ઇંચ
ધારી છ ઇંચ
પોરબંદર જિલ્લો
સોરઠી ત્રણ ઇંચ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો: રશિયા પાસે સૌથી વધુ
June 17, 2025 02:48 PMખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દાના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો
June 17, 2025 02:47 PMપાલીતાણાના મોખડકા સહીત ત્રણ ગામોમાંથી ૩૧ લોકોને રેસ્ક્યુ કરાયા
June 17, 2025 02:46 PMગારિયાધારના લુવારા અને ફિફાદ વચ્ચે મેરામણ પુલમાં ખાનગી બસ ફસાઈ
June 17, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech