BREAKING NEWS

વરસાદ ખેંચાતા ફુવારા પદ્ધતિ (Sprinkler System) શરૂઆત કરવામાં આવી

  • August 12, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ ખેંચાયોછે  લાંબા સમય સુધી ઉઘાડ નીકળે છે, ત્યારે ઊભા પાકને સૂકાઈ જવાથી બચાવવા માટે  ખેડુતો જણાવ્યું હતું કે એ ફુવારા પિયત પદ્ધતિ (Sprinkler Irrigation) ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ સાબિત થાય છે.વરસાદ ખેંચાય ત્યારે ફુવારા પદ્ધતિનું મહત્વ​પાણીની મહત્તમ બચત (૪૦% થી ૫૦% બચત): ધોરિયા પીયત (પરંપરાગત પદ્ધતિ)માં પાણીનો વ્યય વધુ થાય છે, જ્યારે ફુવારા પદ્ધતિથી ઓછા પાણીમાં વધુ વિસ્તાર આવરી શકાય છે. વરસાદ ખેંચાયા હોય ત્યારે કૂવા કે બોરમાં પાણીનું સ્તર નીચું ગયું હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી નીવડે છે​કૃત્રિમ વરસાદ જેવો અનુભવ: ફુવારા પદ્ધતિથી છોડ પર ઝરમર વરસાદની જેમ પાણી પડે છે, જેથી પાકની ધોવાણ વગર પૂરતો ભેજ મળી રહે છે અને છોડ પર જમા થયેલી ધૂળ પણ ધોવાઈ જાય છે.​જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે: વધુ પડતા પાણીથી જમીનમાં નિતાર શક્તિ ઘટે છે અને જમીન કઠણ થઈ જાય છે. ફુવારા પદ્ધતિથી જમીનનું ધોવાણ અટકે છે અને જમીનની ફળદ્રુપતા તથા હવાની અવરજવર જળવાઈ રહે છે. વરસાદ ખેંચાતા ખેડૂતો માં ચિંતા ની લાગણી ફેલાઇ ગઇ હતી હાલમાં માંડવી માં  સુયા બેસવાની શરૂઆત થઈ છે ત્યારે જ વરસાદની તાતી જરૂરિયાત છે પણ મેધરાજા હાઉકલી કરી જતાં રહે છે મેધા ડંબર જેવા માહોલ સર્જાયો છે પણ વરસતો નથી પાક ને વરસાદ ની રાહ જોઈ રહ્યો છે જેને પાણી છે તે લોકો ફુવારાઓ થી પાણી પાય રહ્યા છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application