BREAKING NEWS

રાજકોટમાં ગણપતિ ઉપર મેઘરાજાનો જલાભિષેક; અડધો ઇંચ પાણી વરસ્યું

  • September 14, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં તા.૧૨ સપ્ટેમ્બરને શનિવારની મધરાતથી ઝરમર વરસાદ શરૂ થયો હતો જે આજે તા.૧૪ને સોમવાર સુધી યથાવત રહેતા કુલ ૮ મીમી વરસાદ નોંધાયો છે, મ્યુનિસિપલ ઝોનવાઈઝ જોઈએ તો વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૮ મીમી અને સેન્ટ્રલ તેમજ ઇસ્ટ ઝોનમાં સાત-સાત મીમી વરસાદ નોંધાયો છે. આજે બપોરે હળવું ઝાપટું વરસતા અંદાજે કુલ અડધો ઇંચ જેવું પાણી વરસ્યું હતું. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ, વેસ્ટ ઝોનમાં ૮ મીમી વરસાદ સાથે મોસમનો કુલ ૪૫૪ મીમી (૧૮.૧૬ ઇંચ), સેન્ટ્રલ ઝોનમાં ૭ મીમી સાથે મોસમનો કુલ ૪૧૨ મીમી ( ૧૬.૪૮ ઇંચ) અને ઇસ્ટ ઝોનમાં ૭ મીમી સાથે મોસમનો કુલ વરસાદ ૩૩૮ મીમી (૧૩.૫૨ ઇંચ) નોંધાયો છે. હજુ આગામી ૪૮ કલાક સુધી વરસાદની આગાહી હોય તંત્ર એલર્ટ મોડમાં છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ ડેમના કેચમેન્ટ એરિયા હેઠળના ગામોમાં વરસાદ ન હોય ડેમમાં નવા નીરની આવક થઇ નથી તેમજ ડેમ સાઇટ ઉપર પણ વરસાદ નોંધાયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application