BREAKING NEWS

સૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાં મેઘરાજાનો વિરામ ગઇકાલે માત્ર ૪૫ તાલુકામાં ઝાપટાં

  • September 22, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાદરવા માસના પ્રારંભે સક્રિય થયેલા ચોમાસાના નવા રાઉન્ડમાં સતત ૧૦ દિવસ સુધી સૌરાષ્ટ્ર્ર–કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.રાજયભરમાં વરસાદનું જોર એકાએક મદં પડું છે. આજે સવારે ૬ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના માત્ર ૪૫ તાલુકાઓમાં જ હળવા કે સામાન્ય ઝાપટાં નોંધાયા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર્રના માત્ર ૩ જિલ્લાના ૭ તાલુકાઓનો જ સમાવેશ થાય છે. આ સિવાય આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીના ચાર કલાકમાં રાયના ૨૬૭માંથી એકપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાકના સત્તાવાર આંકડા મુજબ સૌરાષ્ટ્ર્રના ત્રણ જિલ્લાઓમાં પડેલો વરસાદ નીચે મુજબ છે: રાજકોટ જિલ્લામાં લોધિકામાં ૨૩ મિ.મી., ગોંડલમાં ૧૧ મિ.મી., વિંછીયામાં ૧૦ મિ.મી., કોટડા સાંગાણીમાં ૫ મિ.મી. તથા જસદણમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો છે. બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકામાં ૧૪ મિ.મી. ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા તાલુકામાં ૯ મિ.મી. વરસાદ નોંધાયો છે.વરસાદી સિસ્ટમ ધીમી પડતાં તેમજ વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટતાં સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત સમગ્ર રાયમાં મોટાભાગના સ્થળોએ ઉઘાડ નીકળ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર નહિવત રહેશે અને માત્ર છૂટાછવાયા સ્થળોએ સામાન્ય ઝાપટાં પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application