હિમાચલમાં વરસાદનો કહેર: ૧૦૦થી વધુ રસ્તા બંધ,૧૦ જિલ્લા એલર્ટ પર
હિમાચલમાં વરસાદનો કહેર: ૧૦૦થી વધુ રસ્તા બંધ,૧૦ જિલ્લા એલર્ટ પર
July 23, 2026 07:07 AM
દેશભરમાં ચોમાસાએ અલગ અલગ સ્થિતિનું નિર્માણ કયુ છે. કયાંક અતિ ભારે વરસાદે જન જીવન તહેસ નહેસ કરી નાખ્યું છે તો વળી કયાંક હજુ વરસાદની ચાતક નયને રાહ જોવાઈ રહી છે.અતિ ભારે વરસાદના પગલે ઉત્તર પૂર્વની સ્થિતિ વધુ વણસી છે. હિમાચલના શિમલા સહિત રાયના મોટાભાગના ભાગોમાં તૂટક તૂટક ભારે વરસાદ ચાલુ રહ્યો. હવામાન કેન્દ્રએ ૨૮ જુલાઈ સુધી રાયના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કયુ છે.આજે કિન્નૌર અને લાહૌલ સ્પીતિ સિવાયના તમામ ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ૨૪ થી ૨૬ જુલાઈ દરમિયાન ચંબા, કાંગડા, સિરમૌર, શિમલા, મંડી, કુલ્લુ, બિલાસપુર, હમીરપુર, સોલન અને ઉનાના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ભૂસ્ખલન અને કાટમાળના પ્રવાહને કારણે રાયભરમાં લગભગ ૧૦૦ રસ્તાઓ બધં છે. દરમિયાન, આ ચોમાસાની ઋતુમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૬૬ લોકોનાં મોત થયા છે