ચોમાસાનો અંતિમ તબક્કો ગણાતા ભાદરવા માસમાં સૌરાષ્ટ્ર્ર અને કચ્છ પંથકમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈકલોનિક સકર્યુલેશનને કારણે
ખાસ કરીને દરિયાકાંઠાના અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. જેમાં મહત્પવા, ગોંડલ ૪ ઈંચ, માણાવદર વેરાવળ, જૂનાગઢ, વંથલી બે થી ત્રણ ઈંચ સહિત સૌરાષ્ટ્ર્ર કચ્છના કુલ ૯૦માંથી ૬૫ તાલુકામાં હળવા ભારે ઝાપટાથી માંડીને અનરાધાર વરસાદ પડી જવા પામ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયકલોનિક સકર્યુલેશન સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર્ર અને કચ્છના વિસ્તારોમાં ભેજવાળા પવનો ફંકાતા સર્જાયેલા વરસાદી માહોલમાં આજે સવારે છ વાગે પૂરા થતા ૨૪ કલાક સુધીમાં સૌરાષ્ટ્ર્ર કચ્છના જિલ્લાવાર તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ આ મુજબ છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહત્પવામાં ૧૦૫ મિમી (૪ ઈંચથી વધુ) ખાબકયો છે. આ ઉપરાંત ગારીયાધારમાં ૨૨ મિમી, વલ્લભીપુરમાં ૧૯ મિમી, તળાજામાં ૧૫ મિમી, જેસરમાં ૧૧ મિમી, ઉમરાળામાં ૧૧ મિમી, પાલીતાણામાં ૭ મિમી અને ભાવનગર શહેરમાં ૧ મિમી.રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકો ૯૨ મિમી સાથે ટોપ પર રહ્યો છે. આ સિવાય જસદણમાં ૪૦ મિમી, જેતપુરમાં ૩૭ મિમી, કોટડા સાંગાણીમાં ૩૦ મિમી, લોધિકામાં ૨૪ મિમી, જામકંડોરણામાં ૨૦ મિમી, રાજકોટ શહેરમાં ૧૮ મિમી, ધોરાજીમાં ૧૭ મિમી, પડધરીમાં ૭ મિમી અને ઉપલેટામાં ૪ મિમી. જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં ૭૧ મિમી વરસાદ પડો છે. યારે જૂનાગઢ ગ્રામ્યમાં ૬૦ મિમી, જૂનાગઢ શહેરમાં ૬૦ મિમી, વંથલીમાં ૫૨ મિમી, કેશોદમાં ૪૬ મિમી, વિસાવદરમાં ૨૧ મિમી, માંગરોળમાં ૨૦ મિમી, ભેસાણમાં ૯ મિમી અને મેંદરડામાં ૨ મિમી વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પાટણ–વેરાવળમાં ૫૦ મિમી, તાલાલામાં ૩૦ મિમી, સુત્રાપાડામાં ૨૭ મિમી, કોડીનારમાં ૨૭ મિમી, ઉનામાં ૧૮ મિમી અને ગીર ગઢડામાં ૫ મિમી. અમરેલી જિલ્લામાં કુંકાવાવ વડિયામાં ૪૪ મિમી, જાફરાબાદમાં ૩૫ મિમી, બાબરામાં ૨૮ મિમી, લાઠીમાં ૨૭ મિમી, અમરેલીમાં ૨૬ મિમી, સાવરકુંડલામાં ૧૯ મિમી, લીલીયામાં ૧૪ મિમી, ખાંભામાં ૧૩ મિમી, ધારીમાં ૬ મિમી, રાજુલામાં ૫ મિમી અને બગસરામાં ૨ મિમી. જામનગર જિલ્લામાં લાલપુરમાં ૨૮ મિમી, ધ્રોલમાં ૨૨ મિમી, જોડિયામાં ૧૨ મિમી, જામનગર શહેરમાં ૪ મિમી, કાલાવડમાં ૪ મિમી અને જામજોધપુરમાં ૨. દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ભાણવડમાં ૪૯ મિમી, દ્રારકામાં ૪ મિમી અને કલ્યાણપુરમાં ૨ મિમી. પોરબંદર જિલ્લામાં કુતિયાણામાં ૨૦ મિમી અને રાણાવાવમાં ૬ મિમી. મોરબી જિલ્લામાં વાંકાનેરમાં ૧૩ મિમી, ટંકારામાં ૭ મિમી, મોરબીમાં ૫ મિમી અને માળિયામાં ૪ મિમી. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળીમાં ૭ મિમી, સાયલામાં ૭ મિમી, લખતરમાં ૪ મિમી અને ચોટીલામાં ૩ મિમી, કચ્છ જિલ્લામાં ભુજમાં ૧૫ મિમી, માંડવીમાં ૫ મિમી અને ગાંધીધામમાં ૨ મિમી વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને અમુક સ્થળોએ ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ વરસાદથી ખેતરોમાં પાકને જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.