BREAKING NEWS

રાજકોટના નવ નિયુક્ત મેયર ડૉ. નેહલભાઈ શુકલને હોટલ 'ધ રોયલ રીટ્રીટ'ના માલિક રાજભા જાડેજા દ્વારા ભાવભરી શુભેચ્છા અને અભિનંદન

  • June 09, 2026 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સર્વોચ્ચ પદ પર નવી નિમણૂક થતાં જ સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસ અને નવી ઊર્જાનો સંચાર થયો છે. સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા નવા વરાયેલા પ્રથમ નાગરિકને આવકારવામાં આવી રહ્યા છે.

રંગીલું રાજકોટ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના નવ નિયુક્ત માનનીય મેયર શ્રી ડૉ. નેહલભાઈ શુકલને ચોતરફથી અભિનંદન મળી રહ્યા છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને ઘંટેશ્વર સ્થિત હોટલ 'ધ રોયલ રીટ્રીટ' (Hotel The Royal Retreat) ના માલિક શ્રી રાજભા સજુભા જાડેજા દ્વારા નવનિયુક્ત મેયરને પુષ્પગુચ્છ અર્પણ કરી નવી ઇનિંગ માટે હાર્દિક અને મંગલમય શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


​​​​​​​શ્રી રાજભા જાડેજાએ આ ગૌરવપૂર્ણ અવસરે ડૉ. નેહલભાઈ શુકલના નેતૃત્વમાં રાજકોટ શહેર વિકાસના નવા શિખરો સર કરશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી છે.

ઘંટેશ્વર સ્થિત પ્રખ્યાત હોટલ 'ધ રોયલ રીટ્રીટ' ના માલિક શ્રી રાજભા સજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, "રાજકોટને ડૉ. નેહલભાઈ શુકલ જેવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને લોકાભિમુખ અભિગમ ધરાવતા મેયર મળ્યા છે તે સમગ્ર રાજકોટવાસીઓ માટે ગર્વની બાબત છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી આપણું રાજકોટ વધુ સુંદર, સ્વચ્છ અને સુવિધાજનક બનશે. હોટલ 'ધ રોયલ રીટ્રીટ' પરિવાર અને રાજભા સજુભા જાડેજા વતી અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તેમનો આ કાર્યકાળ અત્યંત યશસ્વી અને સફળ રહે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News