BREAKING NEWS

રાજકોટમાં 'રેપિડો' સામે ઓટો રિક્ષા ચાલકોનો હલ્લાબોલ: સેવાઓ સંપૂર્ણ નાબૂદ કરવા ઉઠાવી માગ, ઉગ્ર આંદોલનની ચીમકી

  • August 23, 2026 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

-


રાજકોટ શહેરમાં ઓટો રિક્ષા ચાલકો અને બાઇક ટેક્સી/એપ આધારિત સેવાઓ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરમાં 'ગ્રીન સિટી રિક્ષા એસોસિએશન' અને 'એકતા સંગઠન ગ્રુપ'ના સંયુક્ત નેજા હેઠળ આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ જેટલા ઓટો રિક્ષા ચાલકોએ વિશાળ સંખ્યામાં એકઠા થઈને 'રેપિડો'  સેવાઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિક્ષા ચાલકોએ રોડ પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સેવાઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.


રિક્ષા ચાલક મંડળોની મુખ્ય માગણી છે કે રાજકોટ શહેરમાંથી રેપિડો અને તેના જેવી અન્ય બાઇક-ટેક્સી સેવાઓને સંપૂર્ણપણે બંધ અથવા નાબૂદ કરવામાં આવે. એસોસિએશનના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રેપિડો દ્વારા રૂ. ૧૦ થી ૧૨ જેવા તદ્દન નજીવા અને તળિયાના ભાવે ભાડું દોડાવવામાં આવે છે. આ પ્રકારના અનફેર કમ્પિટિશનના કારણે પરંપરાગત ઓટો રિક્ષા ચાલકોની રોજીરોટી પર સીધો પ્રહાર થઈ રહ્યો છે અને તેમનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.


આ પ્રદર્શન દરમિયાન રિક્ષા ચાલક એસોસિએશને ચિંતાજનક આંદોલનની ચીમકી પણ આપી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, હાલનું આ વિરોધ પ્રદર્શન તો માત્ર એક 'સેમ્પલ' છે અને હજુ પણ શહેરના ૫૦૦૦ થી વધુ રિક્ષા ચાલકો આ લડતમાં જોડાવાના બાકી છે. જો તંત્ર કે સંબંધિત કંપની દ્વારા રેપિડો સેવાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે, તો તમામ રિક્ષા ચાલકો એકજૂથ થઈને જાતે જ આ સેવાઓ બંધ કરાવશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે.


View this post on Instagram

A post shared by Aajkaal (@aajkaaldaily)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application