રાજકોટના ટીઆરપી ગેઇમ ઝોનમાં અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર પદે આવવા રાજયભરમાંથી કોઇ અધિકારી તૈયાર થતા ન હોય જગ્યા ખાલી હોવાને કારણે નવા ફાયર એનઓસી આપવાની તેમજ જુના ફાયર એનઓસી રિન્યુ કરવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી, અંતે મ્યુનિ. કમિશનરએ શુક્રવારે સાંજે સિનિયર ફાયર સ્ટેશન ઓફિસર અમિત દવેને ચાર્જ સોંપવા હુકમ કર્યેા હતો, જેથી તેમણે ત્યારે જ ચાર્જ સંભાળી લીધો હતો પરંતુ ત્યારબાદ શનિ–રવિની રજા આવતા આજે સોમવારની સવારે ખુલતી કચેરીએ કામગીરીનો ધમધમાટ શરૂ થશે તેવી આશા અરજદારોમાં જન્મી હતી. દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર આજે સવારે આવીને ખુરશી ઉપર બેઠા ત્યાં જ તેમના પિતાને હાર્ટ એટેક આવી જતા દુ:ખદ અવસાન થયાના સમાચાર આવતા તેઓ ઘરે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડ સ્ટાફમાં પણ શોકનું મોજું પ્રસરી ગયું હતું.
રાજકોટમાં મે મહિનામાં અગ્નિકાંડ સર્જાયા પછી છેલ્લા ચાર મહિનામા ચાર ચીફ ફાયર ઓફિસર બદલાયા છે અગ્નિકાંડ વખતે ઇલેશ ખેર હતા જેમની ધરપકડ થતા જેલહવાલે છે, ત્યાર બાદ કચ્છ ભુજથી અનિલ માને નિયુકત કરાયા તેઓ લાંચ લેતા ઝડપાતા હાલ જેલ હવાલે છે, આ ઘટનાક્રમ બાદ અમદાવાદના એડિ.ફાયર ઓફિસર મિથુન મિક્રીને નિયુકત કરાયા પરંતુ તે રાજકોટ આવ્યા જ નહીં તેથી રાજકોટ ફાયર બિગ્રેડના સૌથી સિનિયર સ્ટેશન ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપાયો હતો તેમના પિતાનું દુ:ખદ અવસાન થતાં તેઓ રજા ઉપર છે. હવે તેમની રજા દરમિયાન કોને ચાર્જ સોંપવો તે અંગે આજે બપોરથી મથામણ શ કરાઇ છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા સામે પણ એસીબીની તપાસ ચાલી રહી હોય અને તે પણ જેલ હવાલે હોય કોઇ સક્ષમ અધિકારી ઉપલબ્ધ નથી, અન્ય એક સિનિયર અધિકારી ગઢવી હતા તેમણે રાજીનામુ આપી દીધું છે અને તેમનો નોટિસ પિરિયડ પૂર્ણ થતાં હવે તેઓ કચેરીએ આવતા નહીં હોવાનું જાણવા મળે છે.
હવે તો ખુદ ફાયર બ્રિગેડના સ્ટાફમાં પણ એવી ચર્ચા શ થઈ છે કે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરની ખુરશી શ્રાપિત બની ગઈ છે કે શું ? અિકાંડ સર્જાયા ને ચાર મહિના વીતી ગયા ત્યારબાદ લાંચકાંડ સર્જાયો અને હજુ આ જ દિવસ સુધી પરિસ્થિતિ થાળે પડી નથી
ગણેશ વિસર્જનનો ટાસ્ક પાર પાડવા સક્ષમ અધિકારી જરૂરી
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા માટે ગણેશ વિસર્જન એ ખૂબ આકરો ટાસ્ક ગણવામાં આવે છે અને તે પાર પાડવા માટે સક્ષમ અને અનુભવી અધિકારીની જરિયાત રહે છે રાજકોટ શહેરમાં કુલ ૬૦૦૦ સ્થળોએ ગણેશ સ્થાપન થયું છે ત્યારે મૂર્તિ પધરાવવા લોકો જોડાશે જાય ત્યારે ફાયર બ્રિગેડની ડુટી ખૂબ મહત્વની બની રહે છે. લોકોને જળાશયો સુધી જતા રોકવા અને દૂરથી જ મોટી સ્વીકારીને તેનું પાણીમાં વિસર્જન કરવાની કામગીરી ફાયર બ્રિગેડએ કરવાની હોય છે.
કમિશનર દેવાંગ દેસાઇ એક સપ્તાહની રજા ઉપર
રાજકોટમાં ચાર્જ સંભાળ્યા બાદ સતત છેલ્લા ચાર મહિનાથી રજા ઉપર નહીં ગયેલા મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ આજથી એક સાહ સુધી રજા ઉપર ગયા છે અને ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરેને ચાર્જ સોંપ્યો છે ત્યારે હવે ચીફ ફાયર ઓફિસર તરીકેનો ચાર્જ કોને સોંપવો તેવો વિકટ પ્રશ્ન સર્જાયો છે. આજે સાંજે આ અંગેની ખાસ મિટિંગ બોલાવાઇ હોવાનું જાણવા મળે છે. ચીફ ફાયર ઓફિસર જેવા મહત્વના અને કલાસ વન કેટેગરીના પદનો ચાર્જ અન્ય કોઈ જુનિયર અધિકારીને સોંપી શકાય તેમ ન હોય હવે શું કરવું તે પ્રશ્ન સૌને મૂંઝવી દીધા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech