BREAKING NEWS

રાજકોટ શહેર કોંગ્રેસનું સંગઠન માળખું ૧૫ દિ'માં જાહેર થશે, ૮૦ નામનું લિસ્ટ રવાના

  • October 02, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દોઢ વર્ષથી લટકતું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનું સંગઠન માળખું હવે પખવાડિયામાં જાહેર થનાર હોવાનું જાણવા મળે છે. પ્રદેશનું સંગઠન સૃજન અભિયાન પૂર્ણતાના આરે પહોંચ્યું છે ત્યારે રાજકોટ શહેરમાંથી વિવિધ પદ માટે દાવેદારી કરનારના નામો પ્રદેશ સુધી પહોંચાડી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે રાજદીપસિંહ જાડેજાની નિમણૂંક થયાને ત્રણેક મહિના જેવો સમય વિતી ગયો છે ત્યારે આગામી ૧૫ દિવસમાં મહામંત્રી, મંત્રી અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની નિયુક્તિ થઇ જશે. હાલ વોર્ડના હોદેદારોની નિમણૂકો થઇ ચૂકી છે. રાજકોટમાં શહેર અને પ્રદેશ સુધી કામ કરવા ઉત્સુક હોય તેવા કુલ ૮૦ જેટલા આગેવાનોની દાવેદારી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવી છે, જેમાં શહેર સંગઠનના વિવિધ હોદાઓ માટે ૫૦ જેટલા આગેવાનો મેદાનમાં છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે ચારથી પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો હોય તે પૂર્વે શહેર સંગઠનના તમામ હોદાઓ ઉપર નિમણૂકોની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ખાસ કરીને રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાનાર હોય કોંગ્રેસે ગત ટર્મ જેવી હાલત ન થાય તે માટે હાલથી જ તૈયારી આરંભી હોવાનું જાણવા મળે છે. આ જ પ્રકારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ નામોનું લિસ્ટ તા.૩૦ સપ્ટેમ્બરની સમય મર્યાદામાં રવાના કરાયું હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application