BREAKING NEWS

રાજકોટ: નંબર પ્લેટ વિનાની કારમાં ઈંધણ પૂરવા બદલ કાર ચાલક અને પેટ્રોલ પંપ કર્મચારી સામે ફરિયાદ

  • August 19, 2026 11:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ઢેબર રોડ પર 'નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં' સંબંધિત સરકારી જાહેરનામાના ભંગનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નંબર પ્લેટ વગરની કારમાં ઈંધણ પૂરવા બદલ પેટ્રોલ પંપના કર્મચારી અને કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, ઢેબર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વિનાની કારમાં કર્મચારી દ્વારા ઈંધણ પૂરવામાં આવી રહ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી.

જાહેરનામાના અનાદર અને કાયદાકીય નિયમોના ઉલ્લંઘન બદલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ તેમજ કાર ચાલક જયભાણ ગઢવી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે BNSS ની કલમ 223 મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓની અટકાયત કરી છે.

રાજકોટ શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી નંબર પ્લેટ વિનાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ આપવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમ છતાં ઢેબર રોડ પરના પેટ્રોલ પંપ પર નિયમનો અનાદર કરવામાં આવ્યો હતો.


વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે પગલાં લઈને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે. હાલ ભક્તિનગર પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application