રાજકોટમાં જાણીતા આરજે અને ઉમેદવાર આભા દેસાઇને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ વોર્ડ નં 10ના કોંગ્રેસ ઉમેદવાર હતા. અહીં ભાજપની પેનલનો વિજય થયો છે. ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા. જ્યારે તેઓ રેડિયા જગતના જાણીતા ચહેરા છે અને સોશિયલ મીડિયામાં પણ મોટાપ્રમાણમાં ફોલોઅર્સ ધરાવે છે.
શહેરમાં જાણીતા રેડિયો જગતના ચહેરા આર.જે. આભાએ વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી રેડિયો દ્વારા લોકો સાથે જોડાયેલા રહેલા આભાએ સીધી જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓ ઉકેલવાની વાત કરી હતી.
આ રીતે રાજકોટની આ ચૂંટણીમાં પરંપરાગત રાજકીય ચહેરાઓ વચ્ચે એક નવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. આર.જે. આભાની આ લોકપ્રિયતા અને સંવાદનો અનુભવ ધરાવે છે. જોકે, ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.
તેઓ ઇન્સ્ટાગ્રામ પર તેમના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તેઓ લોકો સાથે સીધો સંવાદ કરતા આવ્યા છે. ઉમેદવારી નોંધવ્યા પછી તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મૂળભૂત સમસ્યાઓ આજે પણ યથાવત છે. ખાસ કરીને શહેરના રસ્તાઓની ખરાબ હાલતને કારણે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાડા-ખબડાવાળા રસ્તાઓને કારણે કમર અને સ્પાઇન સંબંધિત તકલીફો વધતી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વર્ષોથી પૂરતા પાણીની અછત અનુભવાય છે, જેને લઈ લોકોમાં અસંતોષ છે.