રાજકોટ જિલ્લા કલેકટર કચેરીનું સમગ્ર તંત્ર આજે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત હોય સમગ્ર કચેરી ખાલીખમ જોવા મળી હતી. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આજે સવારે હિરાસર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુને આવકાયર્િ હતા ત્યારબાદ કલેકટર કચેરીના અધિકારીઓનો કાફલો પ્રોટોકોલ અનુસાર રાષ્ટ્રપતિ સાથે ટંકારા પહોંચ્યો હતો.
રાજકોટની શ્રોફ રોડ સ્થિત નવી કલેકટર કચેરી તેમજ જુની કલેકટર કચેરી આજે સાવ ખાલીખમ નજરે પડી હતી અને અરજદારોની હાજરી પણ ખૂબ પાંખી જોવા મળી હતી. વહેલી સવારથી જ સમગ્ર તંત્ર રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યું હતું, જિલ્લા કલેકટર પ્રભાવ જોશી એ રાષ્ટ્રપતિને હીરાસર એરપોર્ટ ખાતે આવકાયર્િ બાદ તેઓ તેમની સાથેના કાફલામાં ટંકારા પહોંચ્યા હતા અને ટંકારા ખાતે સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતીના પ્રસંગે આયોજિત મહોત્સવના સમાપ્ન સમારોહમાં જોડાયા હતા.
દરમિયાન આજે જાણે અરજદારોને પણ ખ્યાલ આવી ગયો હતો કે આજે સમગ્ર તંત્ર રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત છે તેથી કોઈ કામ થઈ શકશે નહીં આથી આજે અરજદારો પણ દેખાયા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMબાળકના હાથ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનેગારને આજીવન કેદ, દંડ
May 03, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech