ફેબ્રુઆરી માસમાં જ બજેટ મીટીંગ બોલાવીને અંદાજપત્ર મંજૂર કરવાની રાજકોટ જિલ્લા પંચાયતના શાસકોની ગણતરી કામ આવી નથી અને હવે માર્ચ મહિનામાં તારીખ 17 ના રોજ બજેટ મંજૂર કરાવવા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવશે. પંચાયતોની ચૂંટણી અને લગ્નગાળાના કારણે ફેબ્રુઆરીમાં બજેટ બોલાવવાનું શક્ય બન્યું નથી.
જુદી જુદી કમિટીઓની બેઠક મળી ગયા પછી તેમાંથી આવેલી દરખાસ્તોના આધારે બજેટમાં તે સંદર્ભે જોગવાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ પંચાયતમાં ચૂંટણી અને લગ્નગાળાને કારણે કમિટીઓની બેઠક હજુ સુધી મળી નથી. હવે આવી બેઠકો બોલાવવા માટેના એજન્ડા પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને કમિટીઓની બેઠક પૂરી થયા પછી તારીખ 10 માર્ચના રોજ કારોબારી સમિતિની બેઠક મળશે અને તેમાં કમિટીઓ તરફથી આવેલી દરખાસ્તોને મંજૂરી ઉપરાંત બજેટને લીલી ઝંડી આપીને સામાન્ય સભા તરફ મોકલવામાં આવશે. સામાન્ય સભાની બેઠક તારીખ 17 માર્ચના રોજ બોલાવવામાં આવનારી છે.
જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની ટર્મ પૂરી થવા આડે હવે માત્ર એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે બાકીના આ સમયમાં પેન્ડિંગ કામો ફટાફટ પૂરા થાય તે માટે પોતાના વિસ્તારમાં લાગી જવાની સૂચના આપી દેવામાં આવી છે. પંચાયતોની આગામી ચૂંટણીમાં પોતાને ટિકિટ મળશે કે નહીં તેની ચિંતા કરીને દોડાદોડી કરવાના બદલે પોતાના વિસ્તારમાં કામે લાગી જવાની સૂચના પણ સંકલન સમિતિની બેઠકમાં આપી દેવાય છે. કેટલા કામો બાકી છે અને તેમાંથી કેટલા કામો ઝડપથી પૂરા થઈ શકે તેમ છે તેની વિગતો પણ માગવામાં આવી છે. જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂરી થઈ હતી અને તે માટે સ્વભંડોળની રકમ કયા સભ્યોને કેટલી આપવામાં આવી છે અને કેટલા કામો સૂચવવામાં આવ્યા છે તે સહિતની તમામ વિગતો સામાન્ય સભાના આગલા દિવસે સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ સભ્યોને આપી દેવામાં આવી હતી. આવી જ રીતે હવે સામાન્ય સભા પૂર્વે બજેટ સંદર્ભેની મહત્વની બાબતો પણ આગોતરી આપી દેવાશે અને તેથી સામાન્ય સભામાં કામગીરી ઝડપી બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech