BREAKING NEWS

રાજકોટ જિલ્લા પોલીસનું થર્ટી ફર્સ્ટને લઇ ઠેર-ઠેર સઘન ચેકિંગ

  • December 31, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
થર્ટી ફર્સ્ટને લઈ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ ગઈકાલથી જ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ તેમજ ખાસ કરીને હાઇવે પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરની મદદથી દારૂ પી વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી.


રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ જિલ્લામાં આગામી થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે થર્ટી ફર્સ્ટ પૂર્વે જ સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.


રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે એએસપી સિમરન ભારદ્વાજ, જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા સહિતના અધિકારીઓની હાજરીમાં જે તે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તથા પોલીસ મથકના સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ખાસ કરીને હાઈવે રોડ પર પોલીસ દ્વારા અહીંથી પસાર થતા વાહનોને અટકાવી વાહન ચાલકોને બ્રેથ એનેલાઇઝર વડે ચેક કરી દારૂ પી વાહન ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ ઉપરાંત વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવનાર વાહન ચાલકો સામે પણ પોલીસે દંડનીય કાર્યવાહી કરી ફોર વ્હીલમાંથી બ્લેક ફિલ્મ ઉતારી હતી. આજે થર્ટી ફર્સ્ટને લઈ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષની નશીલી ઉજવણી કરનાર શખસો પર ખાસ વોચ ગોઠવવામાં આવશે અને નવા વર્ષની ઉજવણી દારૂની મહેફિલ સાથે કરનાર શખસો સામે પોલીસ દ્વારા ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application