BREAKING NEWS

રાજકોટ જિલ્લા પોલીસે ૯૭૧ આરોપીઓની કુંડળી તૈયાર કરી

  • November 19, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્લીમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ બાદ દેશભરની તમામ સુરક્ષા એજન્સી સતર્ક થઈ છે અને ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે. રાજય પોલીસ વડા દ્વારા છેલ્લા ૩૦ વર્ષમાં ગુના આચરનાર રાષ્ટ્ર વિરોધી તત્વોની કરમ કુંડળી ૧૦૦ કલાકમાં તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેને લઇ રાજયની પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે રાષ્ટ્ર વિરોઘી ગુના આચરનાર ૯૭૧ તત્વોની કુંડળી તૈયાર કરી છે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા સાથે ગઈકાલે વિડીયો કોન્ફરન્સથી છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધો પ્રવૃત્તિ કરનાર તત્વોની યાદી તૈયાર કરી ડોઝિયર ભરવાની સૂચના આપવામાં આવી હતી.

ડિજીપીની સૂચના બાદ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય તમામ પોલીસને છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર શખસોના ઘરે દોડાવી હતી અને ગઈકાલથી જ તપાસ શરૂ કરી હતી. જે આરોપીઓ નકલી ચલણી નોટ, એનડીપીએસ, આર્મ્સ એકટ સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમના આશ્રય સ્થાને પોલીસ પહોંચી હતી અને

છેલ્લા ૩૦ વર્ષમાં ગુના આચરનાર શખસનું હાલનું સરનામું, તેમનો પરીવાર, કામ ધંધો, અન્ય આર્થીક સ્ત્રોત સહિતના મુદાની સઘન તપાસ કરી ડોઝિયર ભરાશે અને તેની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે. એટલું જ નહીં આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો મેળવશે તેમજ ઈ-મેઈલ, બેંક ડિટેલ સહિતની વિગતની પણ તપાસ કરવામાં આવશે.

એનડીપીએસના ૩૪૧, હથીયારના ૫૦૨, જાલી નોટના ૧૫ આરોપી

રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જે આરોપીઓની ક્રાઇમ કુંડળી તૈયાર કરવામાં આવી છે. તેમાં એનડીપીએસના ૧૯૩ કેસમાં ૩૪૧ આરોપી, હથિયાર ધારાના ૩૨૧ કેશમાં ૫૦૨ આરોપી, એક્ષપ્લોઝીવ એક્ટના ૩૫ કેશના 96 આરોપી, પે્ટ્રોલિયમ ચોરીના ૩ કેસમાં ૧૭ આરોપી અને બનાવટી ચલણી નોટના ૬ કેશમાં ૧૫ આરોપીની પણ તપાસ ચાલું રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News