બોટાદના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જસદણના શિવરાજપુર ગામેથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને એલસીબીએ બોટાદ પોલીસના હવાલે કર્યો હતો.
રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન બોટાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી વિશાલ વલ્લભભાઈ ઝાપડિયા (રહે. શિવરાજપુર તા. જસદણ) હાલ શિવરાજપુર બસ સ્ટેન્ડ પાસે હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમને તાકીદે અહીં પહોંચી આરોપી વિશાલને ઝડપી લઇ બોટાદ સાયબર પોલીસના હવાલે કર્યો હતો.
આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એલસીબી પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ, એ.એસ.આઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા સ્ટાફ સાથે રહ્યો હતો.