BREAKING NEWS

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પારદર્શક રીતે સંપન્ન કરતું કલેકટર તંત્ર

  • September 09, 2026 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પારદર્શક રીતે સંપન્ન થઈ છે. કલેક્ટર તંત્ર દ્વારા યોજવામાં આવેલી આ ચૂંટણીમાં બે પ્રાંત અધિકારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તેમજ આશરે ૧૩ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય કામગીરી કરી ચૂંટણી પૂર્ણ કરી છે.એશિયાના સૌથી મોટા તાલુકા કક્ષાના સંઘની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જે ચૂંટણીનું આયોજન વહીવટી તંત્રના નેજ હેઠળ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરની પ્રાંત ૨ કચેરીના વડપણ હેઠળ યોજાયેલી ચૂંટણી પારદર્શક રીતે સંપન્ન થતા અધિકારીઓએ પણ હાશકારો અનુભવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા જોઈએ તો રા.લો. સંઘની ચૂંટણીનું જાહેરનામું ગત તા. ૧૦ ઓગસ્ટના રોજ બહાર પડ્યા બાદ ઉમેદવારી પત્રો ભરવાની અને ચકાસણી સહિતની કામગીરી ૨૧ ઓગસ્ટ સુધી ચાલી હતી. જે બાદ ૨૭ ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવા સુધીની કામગીરી પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જે મુજબ ૧૦ બેઠકો બિનહરીફ જાહેર કરાઈ હતી અને પાંચ બેઠકો માટે ૧૦ ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ નક્કી થઈ ગયો હતો. બાદમાં ગત તારીખ ૮ ઓગસ્ટના રોજ મતદાન યોજાયું હતું અને આજે તારીખ ૯ના રોજ ચૂંટણી પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમગ્ર ચૂંટણી કામગીરી માટેની પ્રક્રિયા કલેકટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ પ્રાંત ૨ કચેરી ખાતેથી કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પ્રાથમિક તબક્કે ઈનચાર્જ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને ત્યાર બાદ નવનિયુક્ત પ્રાંત અધિકારી બી.આર. ચાવડાએ મોરચો સંભાળી પારદર્શક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાવી છે. તેમજ બંને અધિકારીઓના વડપણ હેઠળ કચેરીના નાયબ મામલતદાર, ક્લાર્ક, તલાટી સહિતના કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application