BREAKING NEWS

રાજકોટ લાઈંગ સ્કવોડના દરોડા: ગેરકાયદે ખનન વહનમાં રૂા.૧.૪૦ કરોડનો મુદ્દામાલ

  • August 10, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લાઈંગ સ્કોડની ટીમે કુછડી સીમતળ અને દહીદ્રા ગામે દરોડા કરી કુલ ૨૦ કટિંગ ચકરડી મશીન, ૬ ટ્રેકટર, ૧ જેસીબી અને ૩ ડમ્પર મળી કુલ પિયા ૧.૪૦ કરોડનો મુદ્દામાલ જ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  પ્રથમ બનાવમાં મદદનિશ નિયામક, ફલાઈંગ સ્કોર્ડ, અંકિત ભટ્ટની સૂચના મુજબ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ આકસ્મિક રીતે ગેરકાયદેસર ખનિજ ખનનવહન સ્થાન તપાસ અર્થે જિ.તા. પોરબંદર, મોજે કુછડી સીમતળ લાગુ દરિયાઈ પટ્ટી વિસ્તારોમા તપાસ કરતા આ ગામના અલગ અલગ વકિતઓ દ્રારા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનિજ ખોદકામ કરતા પકડાયેલ હતા, જેમાં તપાસ ટીમ દ્રારા ખનીજ નિયમો અનુસાર આ ગેરકાયદેસર ખનિજ ખોદકામમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રીઓ તેમજ મશીનરીઓમાં ૨૦– કટિંગ ચકરડી મશીનો, અને ૬ ટ્રેકટરને સીઝ કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશન જાવર – પોરબંદર ખાતે કસ્ટડી સોંપવામાં આવ્યા હતા. આ પકડાયેલ તમામ મુદ્દા – માલ મળીને અંદાજિત કુલ કિંમત પિયા ૮૫ લાખનો મુદ્દામાલ જે કરેલ છે, અને સદરહત્પં કસૂરદારો વિદ્ધ ખનિજ નિયમો અનુસારની આગળની તપાસ કામગીરીઓ હાથ ધરવામાં આવશે. બીજા બનાવમાં, બોટાદ અને અમરેલી જિલ્લ ામાં લાગુ અલગ અલગ સિમાડા વિસ્તારો અમરેલી, લાઠી તાલુકાના દહીદ્રા ગામે વિસ્તારોમાં ખનિજ ચેકીંગ કામગીરીમાં ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપહાર્ડ મુરમ ખનિજ ખોદકામ કરતા ૧ જેસીબી મશીન અને અલગ અલગ ૩ ટ્રક અને ડમ્પર પકડાયેલ હતા, જેને તપાસ ટીમ દ્રારા ખનીજ નિયમો અનુસાર સીઝ કરી નજીકમાં આવેલ મંજૂર ખનિજ સ્ટોક રજીસ્ટ્રેશન વિસ્તાર શ્રી ગાયત્રી કવોરી વર્કસ, દહીદ્રા, તા. લાઠી, જિ. અમરેલી ખાતે કસ્ટડી સોંપવામાં આવેલ હતી, આ પકડાયેલ તમામ મુદ્દા – માલ મળીને અંદાજિત કુલ કિંમત પિયા ૫૫ લાખ જે કરેલ છે, અને સદરહત્પં કસૂરદારો વિદ્ધ ખનિજ નિયમો અનુસારની આગળની તપાસ કામગીરીઓ હાથ ધરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application