રાજકોટ મહાપાલિકામાં આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ ,૧૭માં ડામર કોન્ટ્રાકટ માટે ૧૧.૮૮ ટકા ઓનથી ૩૧.૩૧ કરોડના ભાવે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને ડામર કોન્ટ્રાકટ ૧૮ માસની સમય મર્યાદા સાથેનો ડામર કોન્ટ્રાકટ આપવાનું મંજુર કરાયું હતું, આ દરખાસ્તમાં સ્ટેન્ડિંગ કમિટિ મેમ્બર ડો.નેહલ શુક્લએ ૧૮ માસની મુદત સામે વાંધો લીધો હતો અને તેમાં ઘટાડો કરાવી ૧૨ માસની મુદતનો ઠરાવ કરાવ્યો હતો. કોન્ટ્રાકટર એજન્સીની વાતો સ્મિત કરતા મોઢે સાંભળી લેતા અધિકારીઓ અને ઇજનેરોને શુક્લએ ખખડાવ્યા હતા અને એક તબક્કે તો એવું કહ્યું હતું કે આખી જિંદગીના ડામરકામનો કોન્ટ્રાકટ જ એક સાથે આપી દ્યોને તો વારંવાર દરખાસ્ત જ ન કરવી પડે !
રૂ.૨૩.૭૨ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું
વિશેષમાં આ દરખાસ્ત મામલે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭માં પાણી પૂરતા ફોર્સથી મળે અને લાઈન લિકેજની સમસ્યા ભૂતકાળ બને તેમજ ભૂતિયા નળ જોડાણ ન લઇ શકાય તેવી ડક્ટ આયર્નની નવી પાઇપ લાઈન નાખવામાં આવી હતી. જેના પરિણામે મુખ્ય તેમજ સોસાયટીઓના આંતરિક રસ્તાઓ ખોદવામાં આવ્યા હોય તેના ઉપર નવેસરથી ડામરકામ કરવા માટે કોન્ટ્રાકટ આપવા એન્યુઅલ રેઈટ કોન્ટ્રાકટ અનુસાર ટેન્ડર પ્રક્રિયા કરાઇ હતી. જેમાં કુલ ૩૯,૮૬૮ ચોરસ મીટર વિસ્તારમાં જીએસટી સહિત રૂ.૨૩.૭૨ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હતું જેમાં બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા અને તેમાં ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.એ ૧૧.૮૮ ટકા ઓન અને રાજચામુંડા કન્સ્ટ્રકશન કંપનીએ ૧૩.૦૫ ટકા ઓન ભાવથી ઓફર રજૂ કરી હતી જેમાં ક્લાસિકની ઓફર લોએસ્ટ વન હોય તેને ૩૧.૩૧ કરોડમાં ડામરકામનો કોન્ટ્રાકટ આપવાનું સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કર્યું હતું.
સુધારો કરી ૧૨ માસની મુદત કરાઈ હતી
૧૮ માસની સમય મર્યાદાના મુદ્દે નેહલ શુક્લએ વાંધો લેતા ઠરાવમાં સુધારો કરી ૧૨ માસની મુદત કરાઈ હતી, દરમિયાન એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે જો ઉપરોક્ત ૧૨ મહિના બાદ જરૂર પડે તો મંજુર થયેલા ભાવ મુજબ ડામરકામ કરી આપવાનું રહેશે. ( આગામી છ-આઠ મહિનામાં ચૂંટણી આચારસંહિતા અમલી થયા પછી પણ ડામરકામ ચાલુ રાખી શકાય તેવા હેતુથી આવો ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળે છે)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech