રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને અને ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર આર.ડી.પરમારની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજે સવારે ૧૧ કલાકે મોટા મવા ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૪૪ અને ઘંટેશ્વર ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૪૬ની સમજણ આપવા તેમજ સલાહ સૂચન સાંભળવા, વાંધા સૂચનો મેળવવા માટે એક ખાસ મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં ટીપી સ્કીમને લગતું તમામ સાહિત્ય અને વિગતો સભામાં રજુ કરીને સમજાવવા પ્રયાસ કરાયો હતો.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ,રાજકોટ મહાપાલિકાએ તેમની સામાન્ય સભાનાં ઠરાવથી મોટા મવા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.૪૪ અને ઘંટેશ્વર ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.૪૬ તૈયાર કરવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે યોજાયેલી જમીનદારોની ઉપરોક્ત મિટિંગમાં કુલ ૮૫ જેટલા જમીનદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટા મવા ટીપી સ્કીમ નંબર ૪૪ની મિટિંગમાં ૫૦ જમીનદારો અને ઘંટેશ્વર ટીપી સ્કીમ નં.૪૬ની મિટિંગમાં ૩૫ જમીનદારો ઉપસ્થિત રહ્યા હતા આ મુજબ કુલ ૭૫ જમીનદારો ઉપસ્થિત રહ્યા હતા. ડ્રાફ્ટની સમજણ આપવા તથા સલાહ સુચનો મેળવવા માટે રખાયેલ મિટિંગમાં હાજર રહેવા યોજનામાં સમાવેશ થતા તમામ જમીનનાં માલીકો તથા હિત સંબંધ ધરાવનારી વ્યકિતઓને વ્યકિતગત નોટીસ આપવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘંટેશ્વર ટીપી સ્કીમ મામલે વધુ વાંધા વચકા વાતચીત દરમિયાન જ રજૂ થયા હતા , જ્યારે મોટા મવા સ્કીમમાં કોઈ અરજદારોએ મિટિંગ દરમિયાન ખાસ કોઈ વાંધો રજૂ કર્યો ન હતો. અલબત્ત હજુ વાંધા સૂચનો રજૂ કરવા ૩૦ દિવસની મુદ્દત અપાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application