BREAKING NEWS

રાજકોટમાં પાલતુ પ્રાણીઓ માટે મનપા અલાયદુ સ્મશાન બનાવે: પરેશ ઠાકર

  • September 23, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં પાલતું પ્રાણીઓ માટે મહાનગરપાલિકા અલાયદું સ્મશાન બનાવે તેવી માંગણી વોર્ડ નં.૧ના ભાજપના કોર્પોરેટર પરેશ ઠાકર દ્વારા કમિશનરને પત્ર પાઠવી કરાઇ છે.વિશેષમાં મ્યુનિ.કમિશનરને પાઠવેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરમાં જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓમાં હાઈરાઈઝ બિલ્ડીંગો તેમજ માનવ વસાહતોમાં વર્તમાન સમયમાં પાલતુ પ્રાણીઓ પાળવાનો નિભાવ કરવાનો અને તેમનું જતન કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. રાજકોટના વિસ્તારોમાં પોતપોતાના ઘરમાં પાલતું પ્રાણીઓ લોકો પોતાના પરિવારને સદસ્યની જેમ જ માન સન્માન આપતા અને તેમની કાળજી કરતાં જોવા મળી રહયા છે. આવા પાલતુ પ્રાણીઓ માટે રાજકોટમાં ડોકટરોની સેવાઓ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહી છે અને તેમના માટે એકસ્પર્ટ ડોકટરોની શ્રેણી પણ વધતી જોવા મળે છે. સાથોસાથ આવા પાલતુ પ્રાણીઓને સાચવવા માટેની હોસ્ટેલોનું પણ જુદા જુદા વિસ્તારોમાં નિર્માણ અને સંચાલન સુપેરે થઈ રહયું છે.આવા પાલતુ પ્રાણીઓની આવરદા ઓછી હોય છે અને તેમનું આયુષ્ય પણ ઓછું હોવાને કારણે અને તેમના અવસાન થવાને કારણે તેમના મૃતદેહનું ક્યાં વિસર્જન કરવું તે એક પારિવારીક અને સામાજીક પેચીદો પ્રશ્ન છે. આવા પાલતુ પ્રાણીઓના મૃત્યુદેહને લોકો પુરા માન સન્માન સાથે અત્યંષ્ટ વિધી કરતાં જોવા મળે છે. અને તેમના મૃત્યુ પછીની વિધીઓ પણ કરતા નજરે પડે છે. રાજકોટ મહાનગરપાલિકા આ વિષયમાં ઉંડાણથી અભ્યાસ કરી આવા પાલતુ પ્રાણીઓ માટેનું અલગથી સ્મશાન ગૃહ નિર્માણ કરે તે વર્તમાન સમયની માંગ છે. જે ઘ્યાને લઈ આપની કક્ષાએથી આગળની જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application