BREAKING NEWS

રાજકોટ મનપાની બોટલમા વેંચાતા પાણી પર ધોંસ, બિસ્લેરી, દાવત, ઇન્ડિપેન્ડેન્સ, ક્લિયર, નેચર હિના સહિતના પાણીના સેમ્પલ લીધા

  • February 17, 2026 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટાઈફોઈડ, કોલેરા, કમળો સહિતના પાણીજન્ય રોગચાળાના કેસો મળતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આદેશના પગલે કેરબા તેમજ બોટલમાં પાણી વેંચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં કેરબામાં વેંચાતા પાણીમાં બેફામ બેક્ટેરિયા જોવા મળતા પંચાવન ઉત્પાદન એકમો સીલ કરાયા હતા, દરમિયાન હવે બિસ્લેરી સહિતના બોટલમાં વેંચાતા પાણીના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે (૧) દાવત પેકેજ્ડ વોટર ૧ લિટર બોટલનું સેમ્પલ સ્થળ -મહાવીર એજન્સી, શક્તિ કોલોની -૨, લંડન આઇ પાસે, કિસાનપરા ચોક પાસેથી (૨) ઇન્ડિપેન્ડેન્સ વોટર વિથ મિનરલ્સ ૭૫૦ એમએલ પેક બોટલનું સેમ્પલ એસ.એસ.ડી.એન. ગ્લોબલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ કિસાનપરા -૪ ખાતેથી (૩)


ક્લિયર પેકેજ્ડ ડ્રીંકિંગ વોટર એક લીટર બોટલનું સેમ્પલ સ્થળ -અંબિકા એન્ટરપ્રાઇઝ, આલાબાઈના ભઠા પાસે, ૨૭-જાગનાથ ખાતેથી (૪) નેચર હિના પેકેજ્ડ ડ્રીંકિંગ વોટર એક લીટર બોટલનું સેમ્પલ સ્થળ -અંબિકા એન્ટરપ્રાઇઝ, આલાબાઈના ભઠા પાસે, ૨૭-જાગનાથ ખાતેથી (૫) બિસ્લેરી વેદિકા હિમાલયન સ્પ્રિંગ વોટર એક લીટર પેક બોટલનું સેમ્પલ સ્થળ -મહાવીર એજન્સી, શક્તિ કોલોની -૨, લંડન આઇ પાસે, કિસાનપરા ચોક પાસે ખાતેથી તેમજ (૬) બિસ્લેરી પેકેજ્ડ ડ્રીંકિંગ વોટર એક લીટર બોટલનું સેમ્પલ સ્થળ -મહાવીર એજન્સી, શક્તિ કોલોની -૨, લંડન આઇ પાસે, કિસાનપરા ચોક ખાતેથી લેવામાં આવ્યા હતા.


મોચીનગર મેઈન રોડ-બજરંગવાડીમાં ફૂડ  લાયસન્સ વિના ધંધો કરતા ૧૨ ઝડપાયા

રાજકોટના વોર્ડ નં.૨માં મોચી બજાર મેઇન રોડ અને બજરંગવાડીમાં ફૂડ ચેકિંગ અને લાયસન્સ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરતા (૧) હિન્દ બેકરી (૨) જય સોમનાથ પૂરી શાક (૩) ખોડિયાર ફાસ્ટફૂડ (૪) ક્રિષ્ના જનરલ સ્ટોર્સ (૫) આવકાર પ્રોવિઝન સ્ટોર (૬) ન્યુ ગણેશ મેડિકલ (૭) માં મેડિકલ (૮) મારુતિ દાળપકવાન (૯) બાલાજી સેન્ડવિચ (૧૦) જય સોમનાથ ઘૂઘરા (૧૧) રાધે ફરસાણ તથા (૧૨)શ્રીરામ ખમણ સહિતના ૧૨ ધંધાર્થીઓ ફૂડ લાયસન્સ વિના ખાણી પીણીના પદાર્થોનું વેંચાણ કરી રહ્યા હોવાનું માલૂમ પડતા તમામને લાયન્સ લેવા આદેશ કરાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application