BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.વેરામાં વ્યાજમાફીનો અમલ શરૂ: ત્રણ કલાકમાં ૩૩૫ કરદાતાએ રૂ.૬૮ લાખ ભર્યા

  • February 11, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાએ આજથી મિલકત વેરામાં રૂ.પાંચ હજાર અને પાણી વેરામાં રૂ.પાંચ હજાર મળી કુલ રૂ.૧૦ હજાર સુધીનું વ્યાજ માફ કરવાની વ્યાજમાફી યોજનાનો અમલ શરૂ કરતા કરદાતા ઉમટી પડ્યા હતા અને સવારે ૧૦ થી બપોરે રિશેષ સુધીમાં ૩૩૫ કરદાતાઓએ રૂ.૬૮ લાખનો વેરો ચૂકતે કર્યો હતો, જેમાં યાજ્ઞિક રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ભૂપેન્દ્ર રોડ, ગરેડીયા કૂવા રોડ, કડિયા નવલાઇન સહિતના બજાર વિસ્તારનો જે વોર્ડમાં સમાવેશ થાય છે તે વોર્ડ નં.૭માંથી સૌથી વધુ રૂ.૨૯.૬૮ લાખની આવક થઇ હતી તેમ ટેક્સ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું.

વિશેષમાં મ્યુનિ.ટેક્સ બ્રાન્ચના અધિકારી વર્તુળોએ ઉમેર્યું હતું કે, વ્યાજમાફી યોજનાનો લાભ ઓનલાઇન અને ઓફલાઇન તેમ કોઇ પણ રીતે કરવેરો ભરપાઇ કરનારને મળશે. મહાપાલિકાની મુખ્ય કચેરી, ઝોનલ કચેરીઓ, સિવિક સેન્ટર્સ તેમજ વોર્ડ ઓફિસો ખાતે વેરો ભરપાઇ કરીને વ્યાજમાફી યોજનાનો લાભ મેળવી શકાશે. ગત મોડી રાત્રિ સુધી ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ (ઇડીપી) બ્રાન્ચ અને ટેક્સ બ્રાન્ચના અધિકારીઓ અને ઇજનેરોએ જહેમત ઉઠાવી ટેક્સ બ્રાન્ચના સૉફ્ટવેરમાં યોજનાકીય ફેરફારો કર્યા હતા અને રાત્રે ૧૨ કલાકથી ઑનલાઇન વેરો ભરનારને વ્યાજમાફી યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા નિર્માણ કરી હતી. રાજકોટ મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજના જાહેર થયાના ૨૪ કલાકમાં તેનો અમલ શરૂ કરાયો છે.

રાજકોટ શહેરમાં ૧૦ વર્ષના લાંબા સમયગાળા બાદ અમલી બનાવેલી વ્યાજમાફી યોજનાનો લાભ લઇ બાકી વેરો ચૂકતે કરવા મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા અપિલ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી વ્યાજમાફી યોજના તા.૩૧ માર્ચ ૨૦૨૬ સુધી અમલી રહેશે.


બપોર સુધીની આવક: બજાર વિસ્તારના

વોર્ડ નં.૭માંથી સૌથી વધુ વેરો ચૂકતે થયો


વોર્ડ નં.૧માં ૧૬ કરદાતાએ ૧,૫૪,૩૭૮નો વેરો ભર્યો

વોર્ડ નં.૨માં ૦૬ કરદાતાએ ૪૩,૪૨૮ વેરો ભર્યો

વોર્ડ નં.૩માં ૩૪ કરદાતાએ ૨,૪૨,૯૭૬ વેરો ભર્યો

વોર્ડ નં.૪માં ૨૩ કરદાતાએ ૨,૭૦,૯૪૭ વેરો ભર્યો 

વોર્ડ નં.૫માં ૦૩ કરદાતાએ ૭૭,૫૧૨ વેરો ભર્યો

વોર્ડ નં.૬માં ૦૯ કરદાતાએ ૮૪,૩૯૦ વેરો ભર્યો

વોર્ડ નં.૭માં ૨૦ કરદાતાએ ૨૯,૬૮,૩૯૭ વેરો ભર્યો

વોર્ડ નં.૮માં ૧૩ કરદાતાએ ૧,૬૯,૩૬૩ વેરો ભર્યો

વોર્ડ નં.૯માં ૨૩ કરદાતાએ ૩,૫૩,૬૭૭ વેરો ભર્યો

વોર્ડ નં.૧૦માં ૧૫ કરદાતાએ ૫,૭૦,૮૧૩ વેરો ભર્યો

વોર્ડ નં.૧૧માં ૨૮ કરદાતાએ ૩,૨૪,૦૬૭ વેરો ભર્યો

વોર્ડ નં.૧૨માં ૪૧ કરદાતાએ ૩,૬૮,૯૨૯ વેરો ભર્યો

વોર્ડ નં.૧૩માં ૧૨ કરદાતાએ ૨,૧૪,૭૯૮ વેરો ભર્યો

વોર્ડ નં.૧૪માં ૦૮ કરદાતાએ ૧,૯૮,૨૭૦ વેરો ભર્યો

વોર્ડ નં.૧૫માં ૦૭ કરદાતાએ ૫૧,૭૫૬ વેરો ભર્યો

વોર્ડ નં.૧૬માં ૧૨ કરદાતાએ ૮૭,૯૮૩ વેરો ભર્યો

વોર્ડ નં.૧૭માં ૧૮ કરદાતાએ ૧,૩૬,૩૭૭ વેરો ભર્યો

વોર્ડ નં.૧૮માં ૪૭ કરદાતાએ ૪,૭૫,૬૨૧ વેરો ભર્યો

કુલ આવક રૂ.૬૭, ૯૩, ૬૮૨



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application