રાજકોટ રેલવે દ્વારા રૂા.૭.૦૯ કરોડના સ્ક્રેપનું હરાજીથી રેકોર્ડ બ્રેક વેચાણ
રાજકોટ રેલવે દ્વારા રૂા.૭.૦૯ કરોડના સ્ક્રેપનું હરાજીથી રેકોર્ડ બ્રેક વેચાણ
October 15, 2026 02:03 PM
રાજકોટ રેલવે ડિવિઝને સ્ક્રેપ નિકાલના ક્ષેત્રમાં તાજેતરમાં એક જ હરાજીમાં . ૭.૦૯ કરોડ મૂલ્યના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ કયુ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ સાથે રાજકોટ ડિવિઝને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬૨૭માં અત્યાર સુધીમાં કુલ . ૨૨.૬૫ કરોડનું સંચયી (કુલ) સ્ક્રેપ વેચાણ નોંધાવ્યું છે, જે આ સમયગાળા દરમિયાન ડિવિઝનનું અત્યાર સુધીનું સર્વેાચ્ચ સ્તર છે. આ નોંધપાત્ર સફળતામાં રાજકોટ ડિવિઝનના સ્ટોર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. રેલવેના સંચાલન, જાળવણી અને વિકાસ કાર્યેા દરમિયાન ઉત્પન્ન થતી બિનઉપયોગી સામગ્રીનો સમયસર નિકાલ માત્ર વધારાની આવક જ ઊભી કરતો નથી, પરંતુ સ્ક્રેપના રિસાયકિંલગને પ્રોત્સાહન આપીને રેલવે પરિસરોને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં પણ મદદપ સાબિત થાય છે. આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, અમે સંપૂર્ણ પારદર્શિતા અને બહેતર કાર્યપ્રણાલી દ્રારા રેલવેની આવકમાં વધારો કરવા તથા સંસાધનોના મહત્તમ સદુપયોગ માટે પ્રતિબદ્ધ છીએ.