BREAKING NEWS

માળિયા (મીં) ખનીજચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી: રૂા.૨.૬૪ કરોડનો મુદ્દામાલ ઝબ્બે

  • May 15, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેન્જ આઈ જી.નિર્લિ રાય રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લ ાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઇસમોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેને પગલે  રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેકટર  અપૂર્વ પટેલના  માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે  મોરબી જિલ્લ ાના માળીયા વિસ્તારના માળીયા–જામનગર હાઇ–વે પરના સરવડ ગામ પાસેથી ગેરકાયદેસર ખનીજ (રેતી) ભરેલા ડમ્પર કુલ  ૧૦ જેમાં  ડ્રાઇવર ભાવેશ પાંચાભાઇ સોલંકી, માલીક– પ્રતિક દલીપભાઇ ચાદરા (રહે. બંન્ને જામનગર)ના ડમ્પરમાં ૪૫ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર જુનેશ સુમારભાઇ ખીચડી (રહે.જોડીયા) માલીક– ભાવીનસિહ દસુભા જાડેજા (રહે. હાડાટોડા)ના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિમત પિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર કરણ (રહે.ધ્રોલ જામનગર) માલીક– ભાવીનસિહ દસુભા જાડેજા રહે. હાડાટોડાના ડમ્પરમાં ૪૮ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર મહેશસિહ રણજીતસિહ પરમાર જામનગર માલીક– પરીશ્રમ એન્ટરપ્રાઇઝ જામનગરના ડમ્પરમાં ૫૧ ટન રેતી મળી કિમત પિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર હાનભાઇ અબ્દુલભાઇ છેર  જામનગર માલીક– રાજુભાઇ પટેલના ડમ્પરમાં ૧૯ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર કલ્પેશભાઇ ડાયાભાઇ કટેસીયા જામનગર માલીક–ઇશ્વરભાઇ જેઠાલાલ કટેસીયા રહે.જામનગરના ડમ્પરમાં ૪૯ ટન રેતી મળી કિમત પિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર લાલજી ગોરધનભાઇ પરમાર રહે. માથક માલીક– પીન્ટુ સીણાભાઇ ડાભી રહે. સુંદરીભવાનીના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર નીજામ હબીબભાઇ સમા રહે.જામનગર માલીક નરેન્દ્રસિહ કુવરસિહ ચાવડા રહે.જામનગરના ડમ્પરમાં ૬૦ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦, ૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર રજાક સુભાનભાઇ જેડા રહે. મોરબી માલીક– રૂત્વીક અમુભાઇ ખીમાનીયા મોરબીના ડમ્પરમાં ૪૬ ટન રેતી મળી કિમત પિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે. ડ્રાઇવર આવેશ હારીનભાઇ જામ (રહે.માળીયા) માલીક–અજય રમેશભાઇ મીયાત્રા રહે.મોરબીના ડમ્પરમાં ૪૩ ટન રેતી મળી કિમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦ ગણી કબ્જે કરેલ છે
તેમજ માળીયા મી.ના હરીપર ગામે મચ્છુ નદીના કાંઠેથી કેટલાક શખ્સો ગેરકાયદેસર (રેતી)નું ખનન કરતા હોય જે જગ્યાએ તપાસ કરી ખાણ–ખનીજના અધિકારી સાથે રેઇડ કરતા  એક હીટાચી મસીન કિમત પિયા ૧૦,૦૦,૦૦૦ તથા બે હત્પડકા (બોટ) કિમત રૂપિયા ૪,૦૦,૦૦૦ મળી કુલ કિમત રૂપિયા ૨,૬૪,૦૦,૦૦૦નો મુદ્દામાલ સીઝ કરી ખાણખનીજના અધિકારીઓ દ્રારા આગળની કાયદેસરના દંડની કાર્યવાહી માટે માળિયા (મી.) પોલીસ મથકને મુદામાલ સોંપવામાં આવ્યો છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News