ગુજરાત પોલીસ દ્વારા ડીજીપી હોકી કપ-૨૦૨૫નુ આરોજન રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવેલ હોય જેમાં ગુજરાત રાજ્યમાંથી મહિલા તથા પુરૂષોની અલગ અલગ ટીમોએ ભાગ લીધેલ હોય જેમાં રાજકોટ રેન્જ મહીલા હોકી ટીમે ભાગ લીધેલ હોય જેમાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા શહેર ડીવાય એસ.પી જયવિરસિંહ ઝાલા દ્વારા મહીલા હોકી ટીમ સારૂ પ્રદર્શન કરે તે માટે સતત માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતું.
ડીજીપી ગુજરાત રાજ્ય હોકી સ્પર્ધામાં રાજકોટ રેન્જ મહીલા હોકી ટીમ સતત ત્રીજી વખત ચેમ્પીયન બનેલ હોય જે અનુસંધાને આઇજી દ્વારા સમગ્ર મહીલા ટીમને રૂબરૂ શુભેચ્છાઓ પાઠવવામા આવેલ તેમજ ટીમ સાથે વાર્તાલાપ કરી તેમજ સમગ્ર ટીમને મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તરફથી પ્રોત્શાહન ઇનામ આપવા અંગેની જાહેરાત કરેલ તેમજ આગામી નેશનલ લેવલે સિલેક્શન થાય તેવી શુભેચ્છાઓ આપેલ છે તેમજ સમગ્ર ટીમનો હોસલો વધારેલ છે.