ગોંડલ તાલુકાના વાસાવડનાં રહેતા જીતેશભાઇ સતાણીએ અસફાક હનિફભાઇ સલાટ પાસેથી એક વર્ષ પહેલા . ૧,૦૦,૦૦૦ ઐંચા વ્યાજે લીધા હતા. ફરિયાદીએ . ૭૦,૦૦૦ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં અસફાકે ઉઘરાણી ચાલુ રાખી હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી બેંકના ત્રણ કોરા ચેક પડાવી લીધા હતા. આ મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પોલીસ અને એલ.સી.બી.ની ટીમે તપાસ હાથ ધરી અસફાક સલાટ ની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે કુલ ૧૩૫ થી વધુ વ્યકિતઓને વ્યાજે પૈસા આપ્યા હતા.
પોલીસે આરોપીના કબજામાંથી ૧૩૬ વ્યકિતઓના મળી કુલ ૩૭૫ ચેક મળી આવ્યા હતા. જેમા રકમ ભરેલા ૧૦ ચેક જેની કુલ કિંમત . ૨૨,૨૦,૦૦૦ છે.તથા ૩૬૫ કોરા ચેક મળી આવ્યા હતા, જેના આધારે આરોપીએ અંદાજે . ૨ કરોડનું ધિરાણ આપેલું છે. કુલ ૩૫ સ્ટેમ્પ પેપર અને આશરે ૧૮ થી ૨૦ વાહનોની આર.સી. બુક મળી આવી હતી.આ તમામ દસ્તાવેજો આરોપીના પરિવારજનો દ્રારા સ્વેચ્છાએ અને વિના શરતે ભોગ બનનાર લોકોને પરત કરી દેવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આરોપીએ અંદાજે ૬ વીઘા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ફાર્મ હાઉસ બનાવ્યું હતું. આરોપીએ આ જમીન પણ સ્વેચ્છાએ ખાલી કરી સરકારને પરત સોંપવા જણાવ્યું છે.
પકડાયેલ અસફાક હનિફભાઇ સલાટ ઉં.વ. ૩૮ અગાઉ પણ પ્રોહિબિશન, મારામારી અને વ્યાજખોરીના અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યકિત વ્યાજખોરી કે અસામાજિક તત્વોનો ભોગ બની હોય, તો તેઓ પોલીસ કંટ્રોલ મના નંબર ૭૪૩૩૯૧૧૧૦૦ ઉપર અથવા અધિકારીઓ વિજય સિંહ ગુર્જર, સિમરન ભારદ્રાજ, નવીન ચક્રવર્તી રેપુડી, કે.જી.ઝાલા કે આર.એ.ડોડીયાનો સંપર્ક કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application