BREAKING NEWS

જેતપુરમાં ભાદર કાંઠા પાસે થતી રેતી ખનની પ્રવૃત્તી પર રાજકોટ ગ્રામ્ય એસઓજીનો દરોડો

  • August 04, 2026 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર પંથકમાં ગજપીરની દરગાહ પાસે ભાદર નદીના પટમાં ચાલતી રેતી ખનની પ્રવૃત્તિ પર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે અહીંથી એસ્કેવેટર- ટ્રેકટર અને ૨૦૦ ટન સાદી રેતી સહિત રૂ.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે રીતે રેતી-ખનીજનું ખનન તથા વહન કરતા શખસો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. મિશ્રા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નૈમીશભાઈ મહેતા અને પિયુષભાઈ અઘેરાને બાતમી મળી હતી કે, જેતપુર તાલુકાના ગજપીરની દરગાહ પાસે ભાદર નદીના પટમાં આવેલી જગ્યામાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન તથા વહનની પ્રવૃત્તિ ચાલુ છે. આ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. એસઓજીની ટીમે દરોડા દરમિયાન અહીંથી રૂપિયા 30 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન, ટ્રેક્ટર અને 200 ટન સાદી રેતી સહિત રૂ. 34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ વાહનો એમવીએકટ 207 મુજબ ડીટેઇન કરી ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ રાજકોટને વધુ કમ્પાઉન્ડ રિપોર્ટ આપી ખાણ ખનીજ વિભાગ સંબંધિત દંડ માટે આગળની કાર્યવાહી કરી હતી. ગેરકાયદે રેતીના ખનનની પ્રવૃત્તિને ઝડપી લેવાની આ કામગીરીમાં એસઓજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, હેડ કોન્સ્ટેબલ નૈમિશભાઈ મહેતા, પિયુષભાઈ અઘેરા અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયંકગીરી મેઘનાથી સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application